કોંગ્રેસ ભાજપની નકલ કરવામાં રહ્યું તેમાં સત્તા ગઇ : આનંદીબેન

વડોદરા : ઉજાલા યોજનાનો આનંદીબહેને વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમગ્ર ઘરમાં એલઇડી બલ્બ લગાવવા માટે લોકોને હાંકલ કરી હતી. સાથે સાથે કોંગ્રેસની પણ આકરી ઝાટકણી કાઢી હતી. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભાજપનાં કાર્યક્રમોની નકલ કરી રહ્યું છે. જો કોંગ્રેસમાં અક્કલ હોત અને તેણે વાપરી હોત તો દેશ કોંગ્રેસ મુક્ત ન થઇ ગયો હોય. કોંગ્રેસ સરકારનાં ઉર્જા વિભાગનાં ઉજાલા કાર્યક્રમ અંતર્ગ રાજ્યનાં વિજગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત એલઇડી બલ્બ રાહત દરે મળે તેવી યોજના ખુલી મુકી હતી.

રાજ્ય સરકારે ઉજાલા ગુજરાત યોજનાં રાજ્યમાં ચાલુ કરવાનો નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરૂવારે વડોદરા ખાતે નવલખી મેદાન ખાતે આયોજીત 8 જિલ્લાનાં સંયુક્ત કાર્યક્રમ દ્વારા ઉજાલા ગુજરાત યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. કોંગ્રેસ પર ચાભકા મારતામુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે તાલુકા મથકો ખાત મુખ્યમંત્રી લોકસંવાદ સેતુ કાર્યક્રમ ચાલુ કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા તાલુકાનાં પ્રશ્નોનો રાજ્ય સરકારનાં મંત્રીઓની હાજરીમાં નિકાલ થઇ રહ્યો છે.

કોંગ્રેસ આ કાર્યક્રમની નકલ કરી કાર્યક્રમો ચાલુ કર્યા પરંતુ કોંગ્રેસની નકલમાં અક્કલ નથી વાપરતા નકલ કરેલા કાર્યક્રમોનો ફિયાસ્કો થઇ ગયો. કોંગ્રેસી નેતાઓમાં નકલ કરવાની પણ અક્કલ પણ નથી. મુખ્યમંત્રીએ કહ્યુ કે ઉજાલા યોજના મોદીનો વિચાર છે. દેશનાં 125 કરોડ લોકોનાં ઘરોમાં વિજળી વધારે મળે અને વિજ બિલ ઘટે તેની ચિંતા કરી આ યોજના અમલી બનાવી તેનો સૌપ્રથમ અમલ વડાપ્રધાન કાર્યાલયથી થયો છે. વડાપ્રધાન કાર્યાલયનાં સાઉથ બ્લોકની તમામ જુની લાઇટનાં સ્થાને એલઇડી લાઇટનો ઉપયોગ કરતાતા મહિને 7000 યુનિટની બચત ચાલુ થઇ.

You might also like