બ્રેસ્ટ કેન્સરપીડિત મહિલાઓને તમામ સારવાર વિનામૂલ્યે અપાશે

અમદાવાદ: રાજ્યના ગરીબ પરિવારની જો કોઈ મહિલાને બ્રેસ્ટ કેન્સર થયું હશે તો તેવી મહિલાને તમામ પ્રકારની સારવાર રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં અાવશે તેવી જાહેરાત રાજ્યનાં મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલે અાજે અમરેલી જિલ્લાના શિયાળ બેટ ખાતે કરી હતી.

અમરેલી જિલ્લાના શિયાળ બેટ ગામે મરિન કેબલ દ્વારા ‍વીજળીકરણને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ અાજે મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. શિયાળ બેટને મરિન કેબલ દ્વારા વીજળીકરણના કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે છ-છ દાયકાથી અા વિસ્તારની જનતા અંધકારમાં જીવી રહી હતી. સરકારના કાર્યક્રમ બાદ હવે અા વિસ્તારની જનતાનું જીવન રોશનીમય બનશે. હવેથી અા ગામને 24 કલાક વીજળીની સુવિધા મળી રહેશે.

મુખ્યપ્રધાન અાનંદીબહેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબવર્ગના લોકોને ‍તમામ પ્રકારની સુવિધા અાપવા માટે તત્પર છે, તેમાં પણ ખાસ કરીને ગરીબ મધ્યમવર્ગની મહિલાઅોને અારોગ્ય સહિતની વિવિધ સુવિધાઅો સરકાર દ્વારા પૂરી પાડવામાં અાવે છે.

You might also like