GMDC ખાતે CM આનંદી બહેન સહિત 17 હજાર લોકોએ કર્યા યોગ

અમદાવાદઃ બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ સહિત 17 હજાર લોકોએ યોગ કર્યા. GMDC ગ્રાઉન્ડમાં સોમવારે યોગનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ‌વિશ્વયોગ દિવસ અંતર્ગત જીએમડીસી ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત 17 હજાર લોકોએ યોગ કર્યા. સ્કૂલના 8500 બાળકોએ યોગ કરી અનોખો રેકોર્ડ કર્યો છે.
યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર સભ્યોને લાવવા લઇ જવા એએમટીએસ, એસટી મળી અંદાજે એક હજાર બસોની સેવાનો લાભ લેવામાં આવ્યો છે. આ સિવાય રિવરફ્રન્ટ, નિકોલ સહિત શહેરની સ્કૂલો, કોલેજો, બગીચાઓ સહિતના અનેક સ્થળોએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. GMDC ખાતે કાર્યક્રમની શરૂઆત 6.30 વાગે કરવામાં આવી હતી. અહીં સવારે 5.30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઇમ રાખવામાં આવ્યો હતો. નિકોલ અને રિવરફ્રન્ટ તેમજ ઔડા-મ્યુનિસિપલ ઉદ્યાનો, ખાનગી પ્લોટ તેમજ સોસાયટીમાં પણ યોગના કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં આઠ હજાર બાળકો સાંકળ રચશે. જ્યારે વિવિધ સ્કૂલોના એક હજાર બાળકો પંચતત્વની થીમ પર પ્રથમવાર નૃત્ય કરશે.
યોદ દિવસની ઉજવણી નિમિત્તે આજે સવારે 6થી 10 સુધી 6 રૂટ પર બીઆરટીએસ બંધ રાખવામાં આવી છે. આરટીઓથી શરૂ થતા 6 રૂટમાં મણિનગર, સરક્યૂલર-એન્ટિ સરક્યૂલર, કોમર્સ છ રસ્તા-ઝુંડાલ, હાટકેશ્વર અને સોલા ભાગવત-મણિનગર રૂટનો બંધ રાખવામાં આવ્યાં છે. જ્યારે કેશવબાગથી એ. ઇ. સી ચાર રસ્તા સુધી, ગુરૂકુલથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માર્ગ અને પાંજરાપોળથી વસ્ત્રાપુર સુધીનો માર્ગ પણ બંધ રાખવામાં આવ્યો છે.

You might also like