ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં ભારે સંકટ, બદ્રીનાથ હાઇવે બંધ કરાયો

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં શનિવારે ત્રણ કલાક થયેલ ભારે વરસાદ બાદ વાદળ ફાટતાં ભારે સંકટ ઉભુ થયું છે. ભારે વરસાદ બાદ વાદળ ફાટતાં બદ્રીનાથ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના એલર્ટ પછી સ્થાનિક વહીવટ દ્વારા બચાવની કામગીરી શરૂ કરાય છે. સતત ત્રણ કલાક સુધી વરસેલા મુશળધાર વરસાદ બાદ રૂદ્રપ્રયાગના જયમંડીમાં વાદળ ફાટતાં ભારે સંકટ જોવા મળ્યું હતું.

તેજ પવન સાથેના ભારે વરસાદના કારણે હાઇવે પર વૃક્ષો ધરાશયી થયા હતા જેના કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરવો પડ્યો હતો. હાઇ વે પર વૃક્ષો તેમજ રોડ સફાઇ કરવા સ્થાનિક પ્રશાસન દ્વારા જેસીબી મશીનની મદદ લેવાઇ રહી છે. તેમજ સ્થાનિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા જોઇ રહી છે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે હવામાન વિભાગે લોકોને ઘરમાં રહેવા સુચના આપી છે. સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ અભિયાનને લઇને અધિકારીઓને વ્યવસ્થામાં ગોઠવ્યાં છે.

You might also like