ઉત્તરાખંડ: ચમોલીમાં વાદળ ફાટતાં ભારે વરસાદ, પાણીમાં તણાઇ અનેક ગાડીઓ

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે સવારે વાદળ ફાટતાં સ્થિતિ બગડી ગઇ છે. ચમોલીના થરાલીમાં વાદળ ફાટ્યા બાદ અચાનક પાણી આવી જતાં બજારમાં કાટમાળ આવી જતાં તેની ચપેટમાં 6 ગાડીઓ અને 3 દુકાનો આવી ગઇ હતી.

આ બધુ લગભગ સવારે 5 વાગે થયું, જ્યારે મોટાભાગના લોકો સૂતા હતા. હાલમાં કોઇને ઇજા પહોંચી હોવાના કે પછી મૃત્યુંના સમાચાર પ્રાપ્ત થયા નથી. પાણીના તેજ પ્રવાહના લીધે 2 મેક્સ ગાડીઓ પિંડર નદીમાં ખાબકી ગઇ અને એક વર્કશોપણ ધ્વસ્ત થઇ ગયું હતું. અત્યારે વરસાદ ધીમો થઇ ગયો છે. પોલીસકર્મીઓએ રેસ્ક્યૂમાં જોડાઇ ગયા છે. પોલીસ બંધ થયેલા માર્ગોને ખોલવાનો પ્રયત્ન કરી રહી છે.

You might also like