ક્લોનથી જન્મેલું બાળક પણ સ્વસ્થ જીવન જીવી શકે છે

લંડન:  ક્લોનિંગથી જન્મેલી ડોલીના જન્મનાં ૨૦ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં, જોકે ૨૦૦૩માં તેનું મૃત્યુ થયું હતું, પરંતુ તેનાં ચારેય બાળકો ડેબી, ડેન્સી, ડાયના અને ડેજી હાલમાં સ્વસ્થ જીવન ગુજારી રહ્યાં છે. ડોલીઅે અે વાત સાબિત કરી બતાવી છે કે ક્લોનથી જન્મેલાં બાળક પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. આ વાતની ખાતરી અેક સંશોધન પરથી સાબિત થઈ છે.

આ ઉપરાંત ક્લોનથી જન્મેલાં અન્ય નવ ઘેટાં-બકરાં પણ જીવી રહ્યાં છે. આ તમામ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સિનક્લેયરના જણાવ્યા અનુસાર નવા અભ્યાસમાં ક્લોન બાળકોની ઉંંમર અને રોગો બાબતે પૂરેપૂરી વિગતો જણાવી શકે છે. આ બાબત દર્શાવે છે કે સાતથી નવ વર્ષની વય વચ્ચેનાં આ ઘેટાંના સ્વાસ્થ્ય પર કોઈ લાંબી હાનિકારક અસર જોવા મળતી નથી. ડોલીની ક્લોનિંગ સોમેટિક-સેલ ન્યુકિલયર ટ્રાન્સફર (અેસસીઅેનટી) નામની ટેક‌િનકના ઉપયોગથી કરવામાં આવી હતી.

You might also like