Categories: Health & Fitness

ક્લિનિકલ ટ્રાયલમાં ડાયાબિટીસની દેશી દવા ‘બીજીઅાર-૩૪’ પાસ થઈ ગઈ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની વૈજ્ઞાનિક પ્રયોગશાળાઅોમાં અાયુર્વેદના પ્રાચીન જ્ઞાનના અાધારે તૈયાર કરાયેલી ડાયાબિટીસની દેશી દવાઅે વૈજ્ઞાનિક પરીક્ષા પણ પાસ કરી લીધી છે. રાષ્ટ્રીય ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી પર ‘બીજીઅાર-34’ નામની અા દવાના સફળ પરીક્ષણના અાંકડા પ્રકાશિત કરાયા છે. અા દવા વૈજ્ઞાનિક અને અૌદ્યોગિક અનુસંધાન પરિષદ (સીઅેસઅાઈઅાર)ની પ્રયોગશાળાઅોમાં વિકસાવાઈ છે.

ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી પર પ્રકાશિત પરિણામો મુજબ અા પરીક્ષણ રેડમાઈઝ્ડ ડબલ બ્લાઈંડ સમાંતર સમૂહ પર કરાયું છે. પ્રાથમિક પરિણામો મુજબ ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઅોના ગ્લાઈસેમિક પ્રમાણે અા દવાનાં ઉત્સાહજનક પરિણામ જોવા મળ્યાં છે. હાઈપર ગ્લાઈસેમિયાના યોગ્ય નિયંત્રણના કારણે દર્દીનું સ્વાસ્થ્ય સુધરે છે. તેના અાધારે એવું કહેવાયું છે કે અાવા દર્દીઅોમાં ગ્લુકોઝના નિયંત્રણ માટે તેને મોનો થેરેપી કે એડજેક્ટિવ થેરેપી તરીકે ખૂબ જ ઉપયોગમાં લેવી જોઈઅે. પહેલાં ચાલી રહેલી એલોપથિક દવાઅોની સાથે જ શ્રેષ્ઠ પરિણામો માટે તેનો પણ ઉપયોગ કરવો જોઈઅે.

અા રિસર્ચમાં અડધા દર્દીઅોને વાસ્તવિક દવા અપાઈ જ્યારે બીજા સમૂહને એવી જ દેખાતી ટ્રીફરાની ગોળી અાપવામાં અાવી. ચાર મહિનાના સમય બાદ બંને સમૂહોના અભ્યાસના અાધારે દવાના પ્રભાવને અાકવામાં અાવ્યું. અા અધ્યાય દરમિયાન અસલી દવા મેળવનારા અને બનાવટી દવા મેળવનારાઅોની અોળખ એક પ્રક્રિયા હેઠળ ગુપ્ત રાખવામાં અાવે છે. તેનો ઇલાજ કરનાર કે અાંકડા રાખનાર કોઈને પણ ખ્યાલ હોતો નથી કે વાસ્તવિક દવા કોને મળી રહી છે.

સીએસઅાઈઅારની પ્રયોગશાળા એનવીઅારઅાઈ લખનૌઉના મુખ્ય વૈજ્ઞાનિક ડો. એ.કે. રાવતે જણાવ્યું કે અાયુર્વેદિક દવાઅો માટે ક્લીનીકલ ટ્રાયલની જરૂર હોતી નથી પરંતુ તેનાથી દવાની વિશ્વસનીયતા વધે છે. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં 64 દર્દીઅો પર અા પરિક્ષણ કરવામાં અાવ્યું. અા દવાના વેચાણનો અધિકાર એમીલ ફાર્મા સ્યુટીકલ કંપનીને અપાયો છે. ક્લીનીકલ ટ્રાયલ રજિસ્ટ્રીને અાઈસીએમઅાર ચલાવે છે. અને દેશમાં અેલોપેથિક દવાઅોના તમામ ક્લીનીકલ ટ્રાયલની તેની પર રજિસ્ટ્રી હોવી જરૂરી છે. અત્યાર સુધી લગભગ 2000 દવાઅોનું ટ્રાયલ અહીં રજિસ્ટર કરાયું છે પરંતુ અા એલોપેથિક દવાઅો છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

11 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

11 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

11 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

11 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

11 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

12 hours ago