હોશિયાર વિદ્યાર્થીઓને દારૂની લત વધુ લાગે છે

ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓની અાપણા મગજમાં એક સારી છાપ હોય છે. તેઓ એકદમ નિયમિત, વિનય, વિવેકી, વ્યસન અને કૃત્રિમતાથી દૂર રહેતા હોય છે. પરંતુ તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રસિદ્ધ થયેલું લેટેસ્ટ સંશોધન કંઈક અલગ જ કહે છે. અા સર્વેમાં જાણવા મળ્યું કે ભણવામાં હોશિયાર હોય તેવા વિદ્યાર્થીઓમાં દારૂ-ગાંજાની લતનું પ્રમાણ વધુ હતું. નબળા વિદ્યાર્થીઓની સરખામણીમાં હોશિયાર વિદ્યાર્થીઓમાં માત્ર સિગારેટ નહીં, પરંતુ ગાંજા અને દારૂનું વ્યસન બમણા જેટલું હતું. અાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો કહે છે કે હોશિયાર વિદ્યાર્થીઓના મગજની કોગ્નિટિવ એબિલિટી વધારે હોય તેઓ જલ્દી કંટાળી જાય છે અને સતત નવું ટ્રાય કરતા રહે છે.
http://sambhaavnews.com/

You might also like