હવે Appના માધ્યમથી ભરો ઈન્કમ ટેક્સ

નવી દિલ્હી: ઈન્કમ ટેક્સ રિટર્ન ઈ-ફાઇલિંગ વેબસાઇટ ક્લિયરટેક્સે પોતાની મોબાઇલ એપ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એપ્સના ‘ઓફલાઇન સિંક’ ફિચરની સુવિધાથી ગ્રાહકો ઇન્ટરનેટ કનેક્શન ન હોવા છતાં પણ પોતાના ટેક્સ સંબંધી જાણકારી ભરી શકે છે અને જેવી જ ઇન્ટરનેટ સુવિધા મળશે, કે તરત માહિતી સર્વર પર અપલોડ થઇ જશે.

શરૂઆતમાં આ એપ્સ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપ્સની સૌથી ખાસ વાત એ છે કે ફોર્મ 16 અપલોડ કર્યા બાદ આપમેળે આ એપ્સ તમારા ટેક્સ રિટર્ન કેલકુલેટ કરી દેશે. જે એપ્સ પર ક્લિયર ટેક્સની ડેસ્કટોપ વેબસાઇટ પર મળનારી બધી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જે ગ્રાહકોને ટેક્સ રિટર્ન ભરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. એપ્સ કરદાતાઓને રિફંડ સ્ટેટસની તપાસ કરવામાં, ટેક્સ કેલ્ક્યુલેશન કરવામાં, ફોર્મ 16 અપલોડ કરતાં ભાડાની રસીદ મેળવવા જેવી સુવિધાઓ પણ આપે છે.

ક્લિયરટેક્સના સંસ્થાપક અર્ચિત ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે ભારતીય ગ્રાહકો માટે ટેક્સ ચૂકવવાની પ્રક્રિયાને સરળ કરવાના અમારા પ્રયત્નમાં એક સમર્પિત મોબાઇલ એપ્સ ખૂબ જ કારગર સાબિત થશે. સ્માર્ટફોનના વધતા જતા ઉપયોગ વચ્ચે આ એપ્સના માધ્યમથી કરદાતાઓને સરળતાથી ટેક્સ અને પરેશાની વિના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવાનો અમારી કંપનીનો ટાર્ગેટ છે.

You might also like