સફાઈ માટે વર્ષે ૪૩ લાખ રૂપિયાનો ખર્ચ છતાં આ હાલત!

અમદાવાદ: સરકાર સફાઈ અભિયાનની વાત કરે છે ત્યારે સફાઈના પાઠ ભણાવતી ગુજરાત યુનિવર્સિટીમાં જ ગંદકીના ઢગ ખડકાયેલા છે. ગુજરાત યુનિવર્સિટીનાં ભવનો તેમજ બિ‌િલ્ડંગ સહિત બગીચાની સાફસફાઇ માટે યુનિવર્સિટી દ્વારા અંદાજે વાર્ષિક ૪૩ લાખથી વધુનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં યુનિવર્સિટીમાં ઠેરઠેર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. સફાઈ બાબતે કોન્ટ્રાક્ટરો લાલિયાવાડી કરી રહ્યા છે અને સફાઇ બાબતે પોતાની મરજી પ્રમાણે કામ કરી રહ્યા છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને પણ કંઈ પડી નથી.

યુનિવર્સિટીની સાફસફાઈના કોન્ટ્રાક્ટ પાછળ માસિક અંદાજે 3.59 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે એટલે કે વર્ષે સરેરાશ ૪૩ લાખથી વધુ રૂપિયા ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચેક કરીને જે બોક્સમાં તેને પેક કરી લવાય છે, તે ખાલી બોક્સ પડ્યાં હોય તેને પરીક્ષા કેન્દ્રના દરવાજા પાસે ફેંકી દેવાય છે તેમજ બિ‌િલ્ડંગના કેમ્પસમાં પણ અહીંતહીં કચરો ફેંકી દેવાય છે. યુનિવર્સિટીએ ધ્રુવ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં યોગ્ય સફાઇ થતી નથી. યુનિવર્સિટીનાં ભવન અને બિ‌િલ્ડંગની સાફસફાઇ માટે તેમજ બગીચાની માવજત માટે ૬૦થી વધુ સફાઇ કામદાર રાખવામાં આવ્યા છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે પરીક્ષા કેન્દ્ર પાસે જે પૂઠાંનો ઢગલો પડ્યો છે તેનો મને ખ્યાલ છે, તેને જેમ કે તેમ રાખવો એ આપણી મજબૂરી છે. આ પૂઠાં વેચવાથી ૪૦ હજારથી વધુ યુનિવર્સિટીને આવક થાય છે. ૧.પ કરોડના ખર્ચે સાફસફાઇનું નવું ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ વિરોધ થતાં હાલમાં ટેન્ડર મોકૂફ રાખ્યું છે.

http://sambhaavnews.com/

You might also like