જો જો ફેસવોસથી મોઢું ધોવું મુશ્કેલી ના કરી દે

સામાન્ય રીતે મોઢું ધોવા માટે આપણે ફેસવોસ અને સાબુનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો સાબુ અને ફેસવોશમાં કેટલાક રાસાયણિક તત્વો હોય છે જે સ્કીનને નુક્સાન પહોંચાડી શકે છે? તેનાથી સ્કીન પર કરચલીઓ પણ પડવા લાગે છે.

ફેસવોશ અને સાબુમાં રહેલા રાસાયણિક તત્વો સ્કીનના નેચરલ ઓઇલને સૂકાઇ દે છે જેનાથી સ્કીન શુષ્ક લાગવા લાગે છે. એવામાં મોઢાને સાફ કરવા માટે તમે ઘરેલૂ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી મોઢાની સફાઇ તો થઇ જ જાય છે. સાથે સ્કીનને લગતી ઘણી બિમારીઓ પણ દૂર થઇ જાય છે.

મોઢાની સફાઇ માટે સાબુની જગ્યા પર ઉપયોગ કરી શકો છો આ ઘરેલૂ ઉપાયો

1. દૂધ
સ્કીનની સફાઇ માટે કાચા દૂધનો ઉપયોગ કરવો સારો રહેશે. તેનાથી ડેડ સ્કીન સાફ થઇ જાય છે સાથે સ્કીનમાં ભેજ જાળવી રાખે છે.

2. ખાંડ
ખાંડના ઉપયોગથી પણ સ્કીન સાફ કરી શકીએ છીએ. ખઆંડને પીસી નાંખો અને તેનાથી મોઢાની સફાઇ કરો. ચીન ડેડ સ્કીનને સાફ કરવા માટે મદદરૂપ થાય છે. તમે ઇચ્છો તો ખાંડ અને એલોવેરાને મિક્સ કરીને મોઢાની સફાઇ કરી શકો છો.

3. પપૈયા
પપૈયામાં રહેલા કેરોટેનોઇડ્સ અને વિટામીન નેચરલ ક્લીન્ઝરની જેમ કામ કરે છે. તેનાથી સ્કીન પર નિખાર આવે છે. પપૈયાના થોડાક ટુકડાને મધ સાથે મિક્સ કરીને હલ્કા હાથોથી ચહેરાની મસાજ કરો. તેનવાથી મોઢું સાફ તો થશે સાથે પિગમેન્ટેશનની સમસ્યામાં પણ ફાયદો થશે.

4. મધ
મધનો ઉપયોગ ઘણા પ્રકારની સ્કીનની સમસ્યાઓ દૂર કરવામાં થાય છે. તે સ્કીનની નેચરલ નમીને જવા દેતો નથી. સાથે તે સ્કીનને સાફ પણ કરે છે. મધના કેટલાક ટીપા હાથમાં લઇને ત્યાં મસાજ કરો, થોડીક મિનિટ માટે તેને એમ જ છોડી દો. ત્યારબાદ મોઢાને નવશેકા પાણીથી ધોઇ નાંખો.

5. નારિયેળ તેલ
નારિયેળ તેલથી મસાજ કરવી ઘણી ફાયદાકારક છે.. તેનાથી સ્કીનમાં નમી રહે છે અને છીદ્રોમાં રહેલી ગંદકી પણ સાફ થઇ જાય છે.

You might also like