કલીન એનર્જી માટે બિલ ગેટ્સ, ટાટા, અંબાણીએ હાથ મિલાવ્યા

નવી દિલ્હી : ભારત સરકારનીઈન્ટરનેશનલ સોલર એલાયન્સ બનાવવાની પહેલના પગલે બિલ ગેટ્સ, મુકેશ અંબાણી, રતન ટાટા અને જેક મા સહિત દુનિયાના ટોપ ઉદ્યોગપતિઓએ સોલર એનર્જીનો વ્યાપ વધારવા માટે પરસ્પર હાથ મિલાવ્યા છે. તેઓ બ્રેકથ્રૂ એનર્જીની જાહેરાત કરશે જે ૨૮ રોકાણકારોનું ઈન્ટરનેશનલ ગ્રૂપ છે. આ ગ્રૂપનો હેતુ એવી કંપનીઓને લાવવાનો છે, જેમાં રિસર્ચ લેબથી માર્કેટ સુધી સસ્તી, વિશ્વાસપાત્ર અને કાર્બન ફ્રી એનર્જી ડિલિવર કરવાની ક્ષમતા છે.

પીએમ મોદીએ પણ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન સૌર ઊર્જાના ઉપયોગને વધારવા પર ભાર મૂકયો હતો. આ ઉદ્યોગપતિઓનું આ પગલું સૌર ઊર્જાનો ઉપયોગ વધારવાના મોદી સરકારના પ્રયાસમાં મદદરૂપ સાબિત થશે. આ કોએલિશનને મિશન ઈનોવેશનની સાથે લોન્ચ કરવામાં આવશે, જેની યજમાની અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જળવાયુ પરિવર્તન સંમેલનના ઉધ્દ્યાટન બાદ કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મિશન ઈનોવેશનમાં ભાગ લેશે.

એવી આશા છે કે, દુનિયાના ઈન્ડસ્ટ્રી લીડર્સ તેમના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને ડબલ કરી દેશે જેનાથી ઈનોવેશનના ચક્રને ઝડપ આપી નાટકીય રીતે ઊર્જાના ક્ષેત્રમાં ફેરફારને ઝડપ આપી શકાશે. આ ઈન્ડસ્ટ્રી લીડર્સના પગલાંથી દુનિયાભરનીસરકારોને વિશિષ્ટ ઈનોવેશનની મદદથી કલીન એર્જીના ગ્રોથના રસ્તે આગળ વધવામાં મદદ મળશે. યુકે વર્જિન ગ્રુપના રિચાર્ડ બ્રેન્સન, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને હેવલેટ પેકાર્ડના મેગ વાઈટમેન એ ઈન્ડસ્ટ્રીમાં સામેલ છે, જે આ કોએલિશનનો ભાગ હશે.

સંયુકત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન દ્વારા જળવાયુ પરિવર્તન સંમેલનના ઉદ્ઘાટન પછી ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને બ્રેકથ્રૂ એનર્જી કોએલિશન લોન્ચના બે મહત્વના કાર્યક્રમ થશે. આ બંને દુનિયાના બિન જીવાશ્મ ઈંધણ ઊર્જાને અપનાવવાની દિશામાં ઘણી મદદ કરશે. તેમાંથી એક પ્રયાસ સરકારો તરફથી છે અને બીજો પ્રયાસ પ્રાઈવેટ સેકટરનો છે.

જયાં સુધી સૂર્ય પ્રકાશથી સંપન્ન દેશોનો સંબંધ છે તો તેમાં એવા ૧૦૦થી વધુ દેશો સામેલ થશે જયાં સૂર્યનો પ્રકાશ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બધાનો હેતુ સ્વચ્છ, સસ્તી અને નવીકરણીય સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સૌર ઊર્જા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઓછું કરવાની વ્યાવહારિક અને સક્ષમ રીતે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા આ દેશોને દુનિયાના ધારેલા વિકાસમાં યોગદાન આપવા માટે પોતપોતાના દેશમાં સૌર ઊર્જાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવા માટે આમંત્રિત કરાયા છે.

You might also like