જમીન ગોટાળામાં રોબર્ટ વાડરાને રાજસ્થાન પોલીસની કલીનચિટ

જયપુર: જમીન સોદામાં કૌભાંડના આરોપમાં ઘેરાયેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરાને રાજસ્થાન પોલીસે કલીનચિટ આપી છે. વાડરાને કલીનચિટ મળતાં કેન્દ્ર સરકાર ફરી એક વાર લોકોના નિશાન પર આવી ગઇ છે.  એક અખબારના અહેવાલ અનુસાર રાજસ્થાન પોલીસને રોબર્ટ વાડરાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીના જમીન સોદામાં કોઇ ગેરરીતિઓ થઇ હોવાનું જણાયું નથી. અત્રે નોંધનીય છે કે પોલીસ આ કેસમાં વાડરાને જ નિશાન બનાવવામાં આવ્યા હોવાનું માને છે. પોલીસના જણાવ્યા અનુસાર વાડરા સાજીશ અને દગાબાજીનો ભોગ બન્યા છે.

રાજસ્થાન પોલીસ તરફથી કલીનચીટ મળ્યા બાદ વાડરાએ ફેસબુક પર રિપોર્ટ શેર કરતાં લખ્યું હતું કે જેમ મેં કહ્યું હતું તેમ સત્યનો જ વિજય થયો છે. વર્ષ ર૦૧૪માં રાજસ્થાનની વસુંધરા રાજે સરકારે જમીન સોદામાં ગોટાળાના આરોપસર રોબર્ટ વાડરા સામે કેસ દાખલ કર્યો હતો. જ્યારે પોલીસ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વાડરાની કંપનીને ૬૯.પપ હેકટર જમીન દસ્તાવેજોના આધારે વેચવામાં આવી હતી. ડીસીપી રામઅવતાર સોનીના જણાવ્યા અનુસાર વાડરાને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા.

You might also like