થાન તાલુકાના મોરથરા ગામે પ્રેમપ્રકરણ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ: ચારને ઈજા

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના મોરથરા ગામે પ્રેમપ્રકરણ બાબતે એક જ જ્ઞાાતિનાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હો‌સ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ત્રણ મકાનોમાં આગચાંપી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થતિ કાબૂમાં લીધી હતી.

મળતી માહિતી મુજબ થાન તાલુકાના મોરથરા ગામે ગઈ કાલે એક જ જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે હિંસક જૂથ અથડામણ સર્જાઈ હતી. બંને પક્ષના લોકો મારામારી પર ઊતરી આવ્યા હતા, જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હો‌િસ્પટલ ખસેડવામાં આવ્યા હતા.

ટોળાએ ત્રણ મકાનોમાં આગ પણ ચાંપી દીધી હતી. બનાવની જાણ થતાં થાન પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણ બાબતે જૂથ અથડામણ થઇ હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

You might also like