કલોલમાં છેડતી બાબતે બે કોમ વચ્ચે તંગદીલી: 3 યુવકો ઘાયલ

ગાંધીનગર : કલોલમાં છેડતી મુદ્દે બે કોમ વચ્ચે અથડામણની ઘટનાં બની છે. ઘટનામાં ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. સામ સામે આવી ગયેલા બે કોમનાં લોકોને શાંત પાડવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જો કે પરિસ્થિતી કાબુ બહાર થતી હોય તેવું લાગતા પોલીસ દ્વારા લાઠીચાર્જ બાદ ટીયરગેસનાં શેલ છોડવામાં આવ્યો હતા. હજુ પણ પરિસ્થિતી તંગ છે. જેનાં કારણે કલેક્ટર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કલોલની કોલેજમાં ભણતી એક વિદ્યાર્થીનીની છેડતી બાબતે બુધવારે બબાલ થઇ હતી. સરદાર પટેલ ગ્રુપનાં સ્થાનિક આગેવાનોએ છેડતી કરનારા અન્ય કોમનાં યુવકોને બુધવારે માર માર્યો હતો. બુધવારનાં ઝગડાની અદાવત રાખીને અન્ય યુવકોએ પાટીદાર યુવકો પર હૂમલો કર્યો હતો. યુવકોનાં બે ટોળા વચ્ચે મારામારી થતા ત્રણ યુવકો ઘાયલ થયાહ તા. ધર્મેન્દ્ર પટેલ સહિત ત્રણ યુવકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જો કે પાટીદાર યુવકો પર હૂમલો થવાનાં કારણે યુવકોનાં ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. કલોલમાં પરિસ્થિતી તંગ થઇ હતી. પાટીદાર યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બંન્ને કોમ વચ્ચે તંગદીલી સર્જાઇ હતી. જો કે પોલીસ દ્વારા તાકીદનાં પગલા લેવામાં આવ્યા હતા અને લાઠીચાર્જ કરીને બંન્ને કોમનાં ટોળાઓને છુટા પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે ટોળું કાબુમાં નહી આવતા અંતે પોલીસે ટીયર ગેસનાં શેલ છોડ્યા હતા અને પરિસ્થિતી કાબુમાં લીધી હતી.

You might also like