આરબીઆઈ વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા

મુંબઇ: દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડી રહ્યું છે, જ્યારે બીજી બાજુ રિટેલમાં મોંઘવારીનો આંક ઘટી રહ્યો છે. આવા સંજોગોમાં અર્થશાસ્ત્રી અને બેન્કરોનું માનવું છે કે આરબીઆઇ આગામી દિવસોમાં વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે. નોંધનીય છે કે આગામી બીજી ઓગસ્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે. બેન્કરોના જણાવ્યા પ્રમાણે ઊંચા વ્યાજના કારણે લોન કારોબાર ધીમો પડી ગયો છે. બીજી બાજુ નોટબંધી બાદ બેન્કોમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે. આવા સંજોગોમાં આરબીઆઇ વ્યાજના દરમાં ઘટાડો કરે તો તેનો સીધો ફાયદો બેન્કિંગ કારોબારને મળી શકે છે. અર્થશાસ્ત્રીઓના મત મુજબ જુલાઇ મહિનાનો રિટેલમાં મોંઘવારીનો આંક બે ટકા કરતાં નીચે રહી શકે છે. એ જ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ત્રણ ટકાની આસપાસ પહોંચી શકે છે. નીચા ફુગાવાની શક્યતાઓ પાછળ વ્યાજના દરમાં ઘટાડો આવી શકે છે.
http://sambhaavnews.com/

You might also like