અવકાશ પરનૌ સૌથી ઝડપી ગ્રહ હોવાનો કરાયો દાવો

વોશિંગ્ટન:  સામાન્ય રીતે વર્ષના ૩૬૫ દિવસ હોય છે, જેમાં ત્રણ સિઝન શિયાળો, ઉનાળો અને ચોમાસું આવે છે અને તે ઋતુચક્ર મુજબ ફેરવાતી રહે છે ત્યારે કેપ્લર ટેલિસ્કોપે એવા એક ગ્રહની શોધ કરી છે કે જેમાં સાત કલાકમાં જ આખું વર્ષ પૂરું થઈ જાય છે.

બીજી તરફ જેમ પૃથ્વીને ભ્રમણ કક્ષાનું એક ચક્કર પૂરું કરતાં ૩૬૫ દિવસ લાગે છે તેમ આ ગ્રહ તેની ભ્રમણ કક્ષા સાત કલાકમાં પૂરી કરી નાખે છે. આ ગ્રહની આવી ઝડપના કારણે જ તેને અવકાશ પરનો સૌથી ઝડપી ગતિએ ફરતો ગ્રહ માનવામાં આ‍વે છે. આ ગ્રહનું નામ ઈપીઆઈસી-૨૪૮૩૯૩૭૪ છે. અવકાશમાં ગ્રહની શોધમાં ફરતા કેપ્લર ટેલિસ્કોપે અત્યાર સુધીમાં ૨૩૦૦ ગ્રહની શોધ કરી છે.

પૃથ્વીની નજીકમાં જ આ નવા ગ્રહની શોધ કરવામાં આવી છે, જોકે પૃથ્વી કરતાં કદમાં પાંચ ગણા મોટા ગ્રહનું વાતાવરણ ખૂબ ખરાબ હોવાથી આ ગ્રહ પર જીવની હયાતી શક્ય નથી. આ રીતે કેપ્લર ટેલિસ્કોપે શોધી કાઢેલો નવો ગ્રહ માત્ર સાત કલાકમાં જ આખા વર્ષનું પરિભ્રમણ કરી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

You might also like