ભાજપના મોવડીમંડળે રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો કર્યો દાવો

ભાજપના મોવડી મંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. ભાજપ દિગ્ગજ નેતાઓમાં મનસુખ માંડવિયા, આર.સી. ફળદુ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

મહત્વનું છે ચૂંટણી પરિણામોમાં ભાજપની જીત થઇ છે અને ભાજપના હાઇકમાન્ડે ધારાસભ્ય દળના નેતા તરીકે વિજય રૂપાણીની નિમણૂક કરી છે. તેની સાથે રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલની વરણી કરવામાં આવી છે. હવે એક બે દિવસમાં નવી સરકારની શપથવિધિ યોજવામાં આવશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 26 ડિસેમ્બરે વિધાનસભાના ગ્રાઉન્ડમાં થશે. 26મીની સવારે સચિવાલયના ગ્રાઉન્ડમાં સવારે શપથવિધિ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથવિધી કાર્યક્રમ માટે નિમત્રણ આપવામાં આવ્યું છે.

You might also like