જમ્મુ કાશ્મીરમાં શાળાઓની વણસેલી પરિસ્થિતી અંગે બોલતા રડી પડ્યા ચીફ જસ્ટિસ

જમ્મુ : સુપ્રીમ કોર્ચનાં ચીફ જસ્ટિસ ટી.એસ ઠાકુરે શનિવાકેર જમ્મુ અને કાશ્મીરમાં શાળાની રકાસ પરિસ્થિતી અંગે બોલતા રડી પડ્યા હતા. સીજેઆઇ જમ્મુમાં સેન્ટર બેસિક શાળાનાં એક કાર્યક્રમ દરમિયાન બાળકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આ દરમિયાન કહ્યું કે સરકારને અહીં ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે શિક્ષણ એવી બાબત છે જેની સાથે કોઇ સમજુતી શક્ય નથી. કારણ કે શિક્ષણ વિકાસનો એકમાત્ર રસ્તો છે.

ઠાકુરે કહ્યું કે, મને ખ્યાલ છે કે ક્ષેત્રમાં આતંકવાદના કારણે 30 વર્ષોથી સૌથી ખરાબ પરિસ્થિતી આવી છે. માટે તો તે તાકાતો જે ઇચ્છે છે કે તાલીમ ન થાય, આતંકવાદની તરફ લોકોને ઘકેલવામાં આવે અને તે શાળાઓ સળગાવી રહ્યા છે. આ બધુ વર્ણવતા સમયે તેમની આંખોમા જળજળીયા આવી ગયા હતા.

ઠાકુરે આરોપ લગાવ્યો કે જમ્મુમાં શાળાઓના મુદ્દાને અદીઠો કરવામાં આવી રહ્યો છે. તમે જોયું હશે કે કાશ્મીરમાં શાળાઓ સળગાવાઇ રહી છે. જમ્મુમાં શાળાઓના મુદ્દાઓને મહત્વ નથી અપાઇ રહ્યું, પરંતુ મને હજી પણ આશા છે. અત્રે નોંધનીય છે કે આતંકવાદી બુરહાન વાનીનાં મોત બાદથી ખીણમાં સતત બંધ છે. શાળાનું શિક્ષણ કથળી ચુક્યું છે. બીજી તરફ ખીણમાં કેટલીક શાળાઓમાં આગ લગાવવાની ઘટનાઓ પણ સામે આવી છે.

You might also like