માનવ કવચની મદદથી ભાગી રહ્યા છે આઇએસ લડાકુ

ઉત્તર સીરિયાનું શહેર મનબિજથી સુરક્ષિત બહાર નિકાળવા માટે ઇસ્લામિક સ્ટેટના લડાકુ સામન્ય નાગરિકને સુરક્ષા કવચ તરીકે ઉપયોગ કરતાં જોવા મળી રહ્યા છે.

આ શહેરના ઉપરથી લીધેલા ફોટા માટે જાણકારી આપતાં સીરિયન ડેમોક્રેટિક સેનાનું કહેવું છે કે આ ફોટામાં હજારોની સંખ્યામાં વાહનોનો કાફલો જોવા ણલી રહ્યો છે અને આ ફોટો શુક્રવારે લેવામાં આવ્યો છે. અમેરિકા સમર્થિત કપર્દ ્ને
અરબ લડાકુના ગઠબંધન આ વાહનો પર હુમલો કરતાં બચી રહ્યા છે કારણ કે પોતાની સુરક્ષા માટે આઇએસને આ વાહનોમાં સામાન્ય નાગરિકોને બેસાડ્યા છે.

એસડીએફના લડાકૂઓએ અમેરિકા નેતૃત્વ વાળા હવાઇ હુમલા અને વિશેષ સેના બળોના સહયોગથી મનબિજ પર પૂરું નિયંત્રમ કરી લીધું છે. આ સંઘર્ષ આશરે 10 સપ્તાહ સુધી ચાલ્યો હતો.


બગદાદ સ્થિત અમેરિકી નેતૃત્વ વાળા ગઠબંધનના પ્રવક્તા કર્નલ ક્રિસ ગવર્નરનું કહેવું હતું કે જેવો ઇસ્લામિક સ્ટેટને એવો અંદાજ થયો કે તેમના હાથમાંથી હાલાત નિકળવા લાગી છ, તો આશરે 100 થી 200 ચરમપંથીઓએ પોતાના પરિવારો, સમર્થકોને એકત્રિત કર્યા અને સામાન્ય નાગરિકને બંધક બનાવી લીધા. તેમનું કહેવું હતું કે ત્યારબાદ ચરમપંથીઓએ દરેક વાહનમાં સામાન્ય નાગરિકોને બેસાડી દીધા હતાં અને તેમનો કાફલો ઉત્તર તરફ જઇ રહ્યો હતો.

કર્નલ ક્રિસ ગર્વનરનું કહેવું હતું કે, આ લોકો અમારા માટે લડાકૂ નહતાં. અમે એમની પર ગોળીઓ ચલાવી નથી. અમે ફક્ત તેમને જોતા રહ્યા. શનિવારે હજારો સંખ્યામાં સામાન્ય જનતાને છોડવામાં આવી તો બીજા કેટલાક અન્ય બચી ગયા.

You might also like