માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરનારની ફિલ્મી ઢબે પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ગેટ નંબર 2 પાસેથી માળી આવેલી માનસિક અસ્થિર મહિલા સાથે થયેલા દુષ્કર્મમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચે એક અરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક માનસિક અસ્થિર સગીરા માળી આવી હતી. જેને એક યુવતીએ દયનિય પરિસ્થિતિમાં જોતા તેને હોસ્પિટલ મોકલી હતી અને મેડિકલ કરાવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.

ઘટનાની જાણ મહિલા ક્રાઇમ બ્રાચને કરતા મહિલા ક્રાઇમ બ્રાન્ચે તપાસ સાંભળી હતી. સગીરાની મેડિકલ સારવાર અને વિવિધ ડોકટર પાસે તેની તપાસ અને સરવાર કરાવી તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું તે મુજબ તે પાલનપુર ડીસાની રહેવાસી છે અને ત્યાંના જ એક વ્યક્તિએ તેની સાથે આ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

મહિલા ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે ગઈ ત્યારે સગીરાના નિવેદન અને સ્કેચના આધારે 20 જેટલા શાકમંદો તપસ્યા અને એક બેકરી ચાલવતા ઈસમને પકડી પડ્યો હતો. જેની પુછપરછ કરતા તેણે આ દુષ્કર્મ કર્યુ હોવાનું સ્વીકાર્યું હતું. તો બીજી તરફ આ સગીરાના નિવેદન અલગ અલગ આવતા હોવાથી પોલીસને બહુ જ તકલીફ પડી જેમાં સગીરાના માતા પિતા પણ સાથ નહીં આપતા વધારે મહેનતની જરૂર પડી.

આશરે 20 જેટલી બેકરીની તપાસ કરી અને 20થી વધારે શાકમંદોની તપાસ કરાવામાં આવી. અરોપી 40 વર્ષનો છે જેથી તેનું પણ મેડિકલ કરાવી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે અન્ય અરોપી છે કે કેમ તે દિશામાં અત્યારે મહિલા ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જ્યારે બીજી તરફ આ કેસમાં ફરિયાદી બનેલી એક યુવતીએ પણ આ કેસમાં અરોપી પકડાયા તેની ખુશી હતી અને જે હાલતમાં સંગીરા મળી હતી તેની પણ ઘટના કહી હતી.

You might also like