Categories: Gujarat

શહેરના ૫૫ જેટલા વિસ્તાર પાણીમાં ગરકાવ થશે જ!

અમદાવાદ: છેલ્લા દાયકાથી શહેરમાં ભાજપનું શાસન છે અને શાસકોએ પાછલાં પાંચ વર્ષમાં જ રૂ.૮૦૦૦ કરોડથી વધુનાે ખર્ચ પ્રજાલક્ષી વિકાસકાર્યો પાછળ કર્યો હોવાનો દાવો કર્યો છે તેમ છતાં અમદાવાદીઓ તો દૂષિત પાણી, ઉભરાતી ગટર અને બિસમાર રસ્તાથી બારેમાસ હેરાન-પરેશાન થતા રહ્યા છે, તેમાંય ખાસ કરીને ચોમાસામાં હજારો નાગરિકોને ઠેરઠેર વરસાદી પાણી જમા થવાથી નરકાગાર સ્થિતિમાં જીવવું પડે છે. ખુદ કોર્પોરેશન દ્વારા આ વખતે ચોમાસામાં ઓછામાં ઓછાં પપ સ્થળો તો જળબંબાકાર થશે તેવી યાદી તૈયાર કરાઇ છે.

ચોમાસામાં એક તરફ આકાશમાંથી વરસાદ વરસતો હોય તો બીજી તરફ નઘરોળ તંત્રના કારણે રસ્તા અને ઘરની ગટરો ઉભરાઇને લોકોની હાડમારીમાં વધારો કરે છે. મ્યુનિ. સત્તાવાળાઓએ શહેરમાં કુલ રપ૦૦ કિમી લંબાઇમાં ગટરલાઇન ને ૯૦૦ કિમી લંબાઇમાં સ્ટોર્મ વોટર લાઇન નાખી હોવા છતાં નાગરિકોની દર ચોમાસામાં કફોડી હાલત થતી આવી છે. ખુદ શાસકોના દાવા મુજબ ગત વર્ષ ર૦૧૦થી ર૦૧પ દરમ્યાન અમદાવાદમાં ગટર, સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ અને એસટીપી પ્રોજેક્ટ પાછળ કુલ રૂ.૭૦ર કરોડ ખર્ચાયા છે, જે પૈકી ઓછામાં ઓછા રૂ.૩૦૦ કરોડ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન બિછાવવામાં ખર્ચાઇ ચૂક્યા છે.

શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસે તેવા સંજોગોમાં વરસાદી પાણીનો ત્વ‌િરત સ્ટોર્મ વોટર લાઇન મારફતે નદીમાં કે નજીકનાં તળાવોમાં નિકાલ થઇ જશે તેવાં ઢોલ-નગારાં પણ પાછલાં વર્ષોથી પીટાઇ રહ્યાં છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે તેવીસ સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનની દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવી હાલત વરસાદ દરમ્યાન થાય છે. પંપીંગ સ્ટેશનો જ ખોટકાઇ જાય છે! તળાવોમાં વરસાદી પાણી ઠાલવતી લાઇનો કાં તો શિલ્ટથી ભરાઇ ગઇ છે અથવા તો અન્ય ગેરકાયદે ગટરનાં જોડાણને કારણે ‘બિનઉપયોગી’ બની છે.

અત્યારે તો રાબેતા મુજબ પરિમલ અંડરપાસ, મીઠાખળી અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ અને સૈજપુર અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થવાના છે. તંત્રની ધારણા મુજબ ભલે પપ સ્થળો જળબંબાકાર થાય તેમ છે પરંતુ વરસાદના ખરા દિવસોમાં શહેરનાં દોઢસોથી વધુ સ્થળોમાં વરસાદી પાણી જમા થઇ જશે! ‘સ્માર્ટ સિટી’ અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં હજુ પણ લોકો બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી જળબંબાકારની વચ્ચે રહેવાના તે બાબતથી પણ કોર્પોરેશન માહિતગાર છે.

એએમટીએસના ૧૩૦૦ સીસી કન્ડકટરને ૪૦૦૦નો વેતન વધારો
એએમટીએસમાં હાલમાં ૧૩૦૦ કન્ડકટર કોન્ટ્રાકટ બેઝ પર કામ કરે છે. આ કોન્ટ્રાક્ટ બેઝ કન્ડકટરને દરરોજ લઘુતમ વેતન ધોરણ મુજબ રૂ.૩૦૩ ચૂકવાય છે. આ સીસી કન્ડકટરને કાયમી કરવા સહિતની માગણીના સંદર્ભમાં લડત ચલાવતા ગુજરાત મઝદૂર સભાના સચિવ અમરીશ પટેલ કહે છે ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યૂનલ દ્વારા આજે તમામ સીસી કન્ડકટર અને ડ્રાઇવરને દર મહિને રૂ.૪૦૦૦નો ઉચ્ચક વેતન વધારો મંજૂર કરાયો છે જે ગત ૧ જાન્યુઆરી ર૦૧૬ની અસરથી ચૂકવાશે. આ વચગાળાના ચુકાદાને આવકારવા આજે સવારે ૧૦.૩૦ વાગ્યે લાલ દરવાજા બસ ટર્મીનસ ખાતે ઉજવણી પણ કરાઇ હતી.

વરસાદી પાણી ભરાતાં ‘સ્પોટ’ને ઓછાં કરાશે : પ્રવીણ પટેલ
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે હજુ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઇનનું નેટવર્ક પૂરેપૂરું નંખાયું નથી તેમ છતાં પણ પાણી ભરાવાના જેટલાં જેટલાં સ્પોટ છે તે પૈકીનાં સ્પોટને આગામી ચોમાસામાં ઓછાં કરવાના અમારા પ્રયાસ રહેશે.
પૂર્વ ઝોનઃ
• ચામુંડા બ્રિજથી ત્રિકમલાલ ચાર રસ્તા
• બાપુનગર-એસ.પી. ઓફિસથી અર્બુદા મિલ
• વસ્ત્રાલ-દીપાલીનગર, સુમિન પાર્ક, આરટીઓ ઓફિસ
• ઓઢવ-દીપાલીનગર, યમુના પાર્ક રાજીવનગરનાં છાપરાં
• નિકોલ-બાપા સીતારામ ચોક, ગોપાલ ચોક
• વિરાટનગર
પશ્ચિમ ઝોનઃ
• પાલડી શાંતિવન વિસ્તાર
• મીઠાખળી અંડરપાસ
• પરિમલ અંડરપાસ
• એ.ઈ.સી. ચાર રસ્તા, વાળીનાથ ચોક
• ચાંદખેડા વિસ્તાર
નવા પશ્ચિમ ઝોનઃ
• ચાંદલોડિયા વિસ્તાર-સિલ્વર સ્ટાર, વંદે માતરમ્, નિર્ણયનગર અંડરપાસ
• જોધપુર વોર્ડ- કોર્પોરેટ રોડ, શ્યામલ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધી, પ્રેરણાતીર્થ દેરાસર રોડ,
• જોધપુર વોર્ડ- કોર્પોરેટ રોડ, શ્યામલ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધી, પ્રેરણાતીર્થ દેરાસર રોડ
• વેજલપુર વોર્ડના સોનલ સિનેમા રોડ, ઝલક એપાર્ટમેન્ટ વિસ્તારો
• થલતેજ વોર્ડમાં જનતા આઈસ્ક્રીમથી સ્ટર્લિંગ હોસ્પિટલ
• બોડકદેવ વોર્ડ-હેલ્મેટ સર્કલ, માનવ મંદિર વિસ્તાર
• ઘાટલોડિયા- કે.કે.નગર રોડ, ઉમિયા હોલ

Navin Sharma

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

21 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

22 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

22 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

22 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

22 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

22 hours ago