શહેરીજનો દૂષિત પાણી, ગટર-રસ્તાથી ત્રસ્તઃ એક લાખથી વધુ ફરિયાદ

અમદાવાદ: મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો શહેરના સત્તાધીશોએ સંકલ્પ લીધો છે. નાગરિકોને તમામ પ્રકારની સ્માર્ટ સેવા પૂરી પાડવાની કટિબદ્ધતા દાખવનાર શાસકોને એ બાબત જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ અમદાવાદીઓ દૂષિત પાણી, ઊભરાતી ગટર અને બિસમાર રસ્તાથી ત્રસ્ત છે. લોકોને ‘નળ, ગટર અને રસ્તા’ (નગર)ની બુનિયાદી સુવિધા મળતી નથી, જેના કારણે ખુદ તંત્ર સમક્ષ નવ મહિનાના ટૂંકા સમયગાળામાં આને લગતી કુલ ૧,૦૦,૪૮૧ ઓનલાઇન ફરિયાદ ર‌િજસ્ટર્ડ થઇ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઓનલાઇન ફ‌િરયાદ દાખલ કરવાની સુવિધા અપાઇ છે. કો‌િમ્પ્રહે‌િન્સવ કમ્પ્લેન ‌િરડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) અંતર્ગત કોર્પોરેશન સમક્ષ ગત તા.૧ એપ્રિલ, ર૦૧૬થી તા.૩૧ ડિસે., ર૦૧૬ સુધીના એટલે કે નવ મહિનાના ઓનલાઇન ફરિયાદના આંકડા તપાસતાં કુલ ર,૦૩,૦૪૬ ફરિયાદ નોંધાઇ હતી, જે પૈકી સૌથી વધુ ઇજનેર વિભાગને લગતી હતી. જો કે ચોંકાવનારી વાત અે છે કે જાન્યુઅારી ૨૦૧૭થી અત્યાર સુધીના અોનલાઈન ફરિયાદોનો વિભાગદીઠ અહેવાલ જ તૈયાર થયો નથી!

નાગરિકોની નળ, ગટર અને રસ્તાને લગતી એક લાખથી વધુ ઓનલાઇન ફ‌િરયાદ બાદ સૌથી વધુ ફ‌િરયાદ લાઇટ વિભાગ સામે ર‌િજસ્ટર્ડ થઇ હતી. છેલ્લે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં પણ લાઇટ વિભાગની નબળી કામગીરીએ હોબાળો મચાવ્યો હતો. લાઇટ વિભાગની ૪૬,૪પ૩ ફરિયાદ બાદ ડોર ટુ ડમ્પનાં ધાંધિયાંથી લોકોએ ર૭,૬૦પ ફ‌િરયાદ લખાવી હતી. ઓનલાઇન ફ‌િરયાદના સમયસર નિકાલના મામલે તંત્રની કાચબા છાપ ગતિથી આશરે પ૦ હજાર ફ‌િરયાદ નિર્ધા‌િરત સમય કરતાં વિલંબમાં મુકાઇ હતી, જ્યારે રર૦૦થી વધુ ફ‌િરયાદનો નિકાલ જ આવ્યો ન હતો. નિકાલના મામલે ફરિયાદકર્તાને અંધારામાં રાખી ‘ક્લોઝ’ કરી નખાતી હોવાનો ઊહાપોહ થતાં આની કમિશનર મૂકેશકુમારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. કોર્પોરેશન સમક્ષ દરરોજ સરેરાશ ૭પર ફ‌િરયાદ મુજબ દર મહિને અંદા‌િજત રર,પ૬૩ ફ‌િરયાદ ર‌િજસ્ટર્ડ થઇ તેનો એક અર્થ એ પણ થાય કે નાગરિકો ઓનલાઇન ફ‌િરયાદ લખાવવાના મામલે જાગૃત થયા છે. સૌથી વધુ ૫૬૨૧૬ અોનલાઈન ફરિયાદ પશ્ચિમ ઝોનમાં નોંધાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીસીઆરએસ અંતર્ગત કોર્પોરેશનનાં ૪ર વિભાગ સંબંધિત કુલ ર૦પ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાય છે. દરમ્યાન ઓનલાઇન ફરીયાદોનો સમયસર નીકાલ ન થવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ અને ઇ ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટને પૂછતાં તેઓએ કોઇ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જ્યારે શહેરના મેયર ગૌતમ શાહ કહે છે કે અાગામી દિવસોમાં અોનલાઈન ફરિયાદોના સમયસર નિકાલ માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીઅોની ખાસ બેઠક બોલાવાશે તેમજ બારોબાર નિકાલ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવીને સીસીઅારઅેસ પદ્ધતિને વધુ મજબૂત બનાવાશે.

 
ઓનલાઇન ફ‌િરયાદની ઝોન વાઇઝ માહિતી
ઝોન કુલ નિકાલ થયેલી નિકાલ થયા
ફરિયાદ ફરિયાદ વગરની ફરિયાદ
સમયસર વિલંબિત પેન્ડિંગ વિલંબિત
પૂર્વ ર૧૮પ૩ ૧૬૬૯૦ ૪પ૩૦ રપપ ૧પ
નવા પશ્ચિમ ૩૭૩પ૬ ર૬૧પ૮ ૧૦૭૪૮ ર૯૯ ર૧
ઉત્તર ર૬૯૯૦ ર૧૩રર પ૩૪૦ ર૬૪
દક્ષિણ ૩પ૧૧૬ રપ૩૬પ ૯૦૯૯ ૩૬૧ ૩૩
પશ્ચિમ પ૬ર૧૬ ૪૪૦૧૩ ૧૧ર૬૩ પ૯૮ ૩૩
મધ્ય રપપ૧પ ૧પ૯૯૦ ૮૯૧૮ ૩૭પ ૧૭
કુલ ર,૦૩,૦૪૬ ૧,૪૯,૮૩૮ ૪૯,૮૯૮ ર૧પર ૧ર૭

You might also like