શહેર ટ્રાફિક પોલીસનું માનવ મિત્ર અભિયાન

અમદાવાદ: સામાન્ય રીતે ચાર રસ્તા ઉપર ઊભેલા ટ્રાફિક કર્મીઓ સાથે લોકો ટ્રાફિક નિયમના ભંગ બદલ ઝઘડતા જોવા મળે છે.પ્રજા હંમેશાં પોલીસ સામે આક્રોશ ઠાલવે છે ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળતા રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા માનવ મિત્ર અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિક કર્મીઓ સાથે મિત્રતા નું વાતાવરણ ઊભું થાય. પોલીસ પ્રત્યે પ્રજાનો સમાજમાં જે ડર છે તે દૂર થાય તે માટે માનવ મિત્ર કલ્યાણ નામનાં અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જેમાં ટ્રાફિક પોલીસ શાખામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રસ્તા પર જે કોઈ પણ માનવ કલ્યાણનાં કામો કરવામાં આવશે. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવશે. કોઈ વિદ્યાર્થીઓનાં વાહનમાં પંચર થશે તો તેમને સ્કૂલ સુધી પહોચાડવાની વ્યવસ્થા, કોઈને અકસ્માત થયો હોય તો તેને દવાખાને પહોચાડશે, તેમજ રસ્તે જતા વૃદ્ધોને રસ્તો ક્રોસ કરવામાં પણ મદદ કરશે..

આ ઉપરાંત પોલીસના જવાનો દ્વારા જાહેરમાં થતા ક્રાઈમને રોકવામાં પણ મદદ કરવામાં આવશે.ટ્રાફિક વિભાગ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને સંવેદના જાગે. અને પોલીસ માટે જે ભયનું વાતાવરણ છે તે દૂર કરવા શરૂ કરવામાં આવનાર માનવ મિત્ર અભિયાનમાં જે પણ ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા સારી કામગીરી કરવામાં આવશે અને તેનો રિવ્યુ કરીને તે પોલીસ કર્મી ને પોલીસ અધિકારીઓ દ્વારા જાહેરમાં સન્માન કરી અને તેને ઇનામ અને એવોર્ડ પણ આપવામાં આવશે. .ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજામાં પોલીસ પ્રત્યે સાનુકુળતા અને મિત્રતાનો ભાવ પેદા થાય તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

ટ્રાફિક વિભાગના અધિક પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદીએ હસતાં હસતાં કહ્યું હતું કે હવે પોલીસ પ્રજા પાસે તેમના ગુનાનો દંડ માગશે તો હવે પ્રજા પણ અમારો સાથ આપીને દંડ આપશે એવો મિત્ર ભાવ કેળવાય તેવી કોશિશ કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં ડીસીપી ,એસીપી,પી આઈ સહિતના અધિકારીઓ પણ જોડાશે તેમ ટ્રાફિક વિભાગના અધિક પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું. ટ્રાફિક કર્મીઓને દ્વારા આટલી સારી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનને સફળ બનાવવા માટે પોલીસ પૂરતો પ્રયત્ન કરી રહી છે. આ અભિયાનમાં પોલીસને પ્રજા કેટલો સાથ આપે છે તે જોવું રહ્યું.

You might also like