શહેરની અનેક સોસાયટી, ફ્લેટ, ચાલી અને પોળમાં પાણીનો પોકાર

અમદાવાદ: મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ આજે પણ શહેરીજનોને સવારે બે કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકતા નથી. છેલ્લા મ્યુનિસિપલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્ને હોબાળો મચાવાતાં શાસકોને બોર્ડ પત્યા બાદ તરત જ પાણીની સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવવાની ફરજ પડી હતી, જોકે હજુ પણ શહેરની અનેક સોસાયટી, ફલેટ અને પોળોમાં પાણીનો કકળાટ યથાવત્ છે. સરદારનગરના શીતલાવાસ, સરખેજના નહેરુનગરનો આગળનો ભાગ અને ભરતનગર, અમરાઇવાડીમાં લક્ષ્મીનગર, સરસપુરમાં અંત્યોદય સોસાયટી, સૂર્યલોક સોસાયટીમાં પાણી આવતું જ નથી. સરખેજના કોર્પોરેટર નફીસાબાનુ અંસારીના ઘરે પાણી પહોંચતું નથી. આવા વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.

જ્યારે જોધપુર, વટવા, નારોલ, શાહપુર, દરિયાપુર તેમજ સરદારનગરમાં પાણીની ટાંકીનો વિસ્તાર, સૈજપુરબોઘામાં ઘનશ્યામપાર્ક, લક્ષ્મીનારાયણ, વિરાટનગરમાં ખોડિયારનગર, સૌરાષ્ટ્રનગર, સરખેજમાં બિસ્મીલ્લાહનગર, બાબુભાઇની ચાલી, અમરાઇવાડીમાં જોગમાયાનગર, કૃષ્ણનગર, ઇ‌િન્ડયા કોલોનીમાં આદિત્યનગર, બંસીની ચાલી, ચામુંડાબ્રિજ વિસ્તાર, સરસપુરમાં ગૌતમની ચાલી, જમાલપુરમાં લાલ દરવાજા વિસ્તાર, જમાલપુર દરવાજા વિસ્તાર, દાણીલીમડામાં રાજેન્દ્રપાર્ક, રોહિતપાર્ક, ગોમતીપુરમાં ત્રિકમલાલની ચાલી, નગરી મિલની ચાલી, રામોલ-હાથીજણમાં સૈયદવાડી, બારોટવાસ વગેરે વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશરની ફરિયાદો છે.

લાંભા ગામ, બળિયાદેવ મંદિરની આસપાસનો વિસ્તાર, ગ્યાસપુર, સૈજપુર, શાહવાડી, જશોદાનગર, સુંદરમ્નગર, નાગોરીવાડ, હાંસોલ, કોતરપુર ગામ, જનતાનગર મ્યુનિસિપલ કવાર્ટર્સ, આર્યોદય જિનિંગ મિલની ચાલી, બોમ્બે હાઉ‌િસંગ, સોદાગરની પોળ, લોધવાડ વગેરે અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન છે. દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ અને મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા પાણીના પ્રશ્ને તંત્ર નિષ્ફળ નિવડ્યું હોવાનો આક્ષેપ મૂકીને આજે સાંજે ચાર વાગ્યે ગૌતમ શાહનો ઘેરાવ કરી તેમના રાજીનામાની માગણી
કરવાના છે.
http://sambhaavnews.com/

You might also like