શહેરની ૧૦૦થી વધુ શાળા સામે સુઓમોટો પગલાની તજવીજ

અમદાવાદ: સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફી નિર્ધારણ કરવા માટેની કમિટીની રચના બાદ ખાનગી શાળાઓએ ફી વધારવા, ફી ઘટાડવા માટે કરવાની થતી સિંગલ વિન્ડો સિસ્ટમ માટેની અરજીની મુદત પૂરી થઇ ચૂકી છે, પરંતુ અમદાવાદ જિલ્લાની અંદાજે ૧૦૦થી વધુ શાળાઓએ સરકારના ફી નિયમનના કાયદાની અવગણના કરી છે અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કાયદાની એસીતેસી કરી છે. એફિડે‌િવટ કે દરખાસ્ત કરી નથી કે કોર્ટમાં પણ ગઇ નથી તેવી શાળાઓ સામે હવે ફી નિધારણ કમિટી સુઓમોટો નિર્ણય કરશે.
સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ ૩પ૩૩ શાળાઓએ ફીમાં ઘટાડો કર્યો છે.

ર૪૧ શાળાઓએ ફી ઘટાડવા કે યાથાવત્ રાખવા કમિટી સમક્ષ દરખાસ્ત કરી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જેટલી પણ દરખાસ્તો આવી છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ ચકાસણી દરમ્યાન ખૂટતા દસ્તાવેજો કે અધૂરી માહિતી ધરાવતી અરજીઓને એક સપ્તાહમાં તમામ પૂર્તતા કરવાની સૂચના આપવામાં આવશે અને કમ્પ્લીટ થયેલી અરજી ફી નિર્ધારણ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. જે શાળાઓ કોર્ટમાં નથી ગઇ અને દરખાસ્ત કે એફિડે‌િવટ પણ કરી નથી તેમની સામે સુઓમોટો પગલાં લેવાશે. આવી શાળાઓના સંચાલકો ફીના મામલે પોતાની તાનાશાહીમાં રહ્યા છે તેવું માનવામાં આવશે.

જેમણે સરકારના નિયમોની કોઇ પરવા કરી નથી એટલું જ નહીં પણ કાયદાની અવગણના પણ કરી છે. આવા શાળા સંચાલકોને બક્ષવામાં નહીં આવે એવું જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like