શહેરના છેવાડાના રૂટની AMTS બસો શટલ રિક્ષાની જેમ ચાલે છે!

અમદાવાદ: એએમટીએસ દ્વારા ઓગણજ નજીકના શેરીસા ગામ અને વટવા ગામથી ભોયણ ચોકડી સુધીના લાંબા રૂટ પર બસ દોડવામાં આવી રહી છે, જોકે આ રૂટના ડ્રાઇવરો પોતાની મરજી મુજબ બસ ચલાવે છે. બસના ડ્રાઇવર-કંડક્ટર પોતાના ઓળખીતા કે સંબંધીઓની રાહ જોઇને લાંબા સમય સુધી બસ ઊભી રાખતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે.

વાડજથી શેરીસા અને વટવા ગામથી ભોયણ ચોકડી સુધી લોકો રોજબરોજ એએમટીબસમાં મુસાફરી કરે છે અને આ રૂટ પર એમટીએસ બસ રાબેતા મુજબ આવતી નથી અને આ રૂટ પર એમએમટીએસની ૭૦/ર, જે નવા વાડજથી ચાંદલોડિયા-વડસર ચોકડીથી મોટી ભોયણ ચોકડી તેમજ ૭૧/૧ જે વટવા ગામથી વડસર ચોકડી સુધી લાંબા રૂટ પર કોર્પોરેશન દ્વારા પહેલાંથી જ બસ દોડવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ બસ સમયસર આવતી નથી અને બસ આવે ત્યારે ઓળખીતાને લેવા માટે ખાસ્સા સમય સુધી ઊભી રાખે છે. વારંવાર આ બસ અધવચ્ચે ઊભી રાખતાં ડ્રાઈવરોને ફરિયાદ કરવામાં આવે તો પણ તેઓ તેમની મનમાની જ કરતા હોય છે, જેના કારણે મુસાફરોને નોકરિયાત વર્ગ તેમજ મધ્યમવર્ગના લોકો સમયસર પહોંચી શકતા નથી.

એક તરફ એએમટીએસના સત્તાધીશો શહેરીજનોને સારી અને ઉત્તમ સિટી બસ સેવા પૂરી પાડવાની ખાતરી આપે છે ત્યારે બીજી તરફ સવાર અને સાંજે ‌િપકઅવર્સમાં લોકોને સમયસર બસ મળતી નથી. શહેરીજનોને વધુ સારી સેવા પૂરી પાડવા બીઆરટીએસની બસ પણ દોડાવાઈ રહી છે. સવારના સમયમાં લોકોને બસ ન મળતાં બહુ મુશ્કેલી પડે છે. આ અંગે એએમટીએસના ડિરેક્ટર ઓફ ટ્રાફિકના ‌જીતેન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું કે આ રૂટ પર અમારી ટીમ મૂકીને ચેક કરાવી લઇશું.
http://sambhaavnews.com/

You might also like