શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં આવેલો હેરિટેજ સમાન ટાઉનહોલ રૂ. ૯ કરોડના ખર્ચે નવાં ક્લેવર ધારણ કરશે.

મ્યુનિ. કોર્પો. દ્વારા થોડાં વર્ષ અગાઉ શહેરના એકમાત્ર ટાઉનહોલને સુવિધાસજ્જ બનાવાયો હતો. જૂની ઢબના ટાઉનહોલમાં ૧૧પ૦ બેઠકની સી‌િટંગ એરેજમેન્ટ સાથે આકર્ષક સી‌િલંગ, કાર્પેટ અને એરક‌િન્ડશનર સાથે મોટા પાયે રિનોવેશન કરાયું હતું, પરંતુ છેલ્લાં વર્ષોમાં ઊભી થયેલી જરૂરિયાતો અને ઊણપો વિશે હાથ ધરાયેલી નાગરિકો અને મ્યુનિસિપલ કાઉ‌િન્સલરોની રજૂઆત બાદ ટાઉનહોલને અદ્યતન બનાવવાનો નિર્ણય લેવાયો છે.

દિવસની ત્રણેય શિફ્ટથી ભરપૂર રહેતા ટાઉનહોલનું ઇન્ટિરિયર હવે ઊધઈના હવાલે છે. લાઈટનાં બોક્સમાં ઊધઈ આવી જતાં લાઈટ માટેની પ્લેટો અને બોક્સ લબડી પડ્યાં છે. ખુરશી નીચેની કાર્પેટ જર્જરિત બની ગઈ છે. ક્યારેક લોકોના કાર્પેટમાં પગ ભરાઈ જવાથી પડી જવાના બનાવ પણ બની રહ્યા હોવાની ફરિયાદ થઈ રહી છે.

ખુરશીની હાલત પણ ખરાબ બની છે. ટાઉનહોલના પાર્કિંગમાં અત્યારે ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. વોશરૂમ પણ હવે કાયાપલટ કરવા જેવા બન્યા છે એટલું જ નહીં, ટાઉનહોલનું બહારનું ક્લેવર પણ ખરાબ થયું છે. દીવાલ પર ક્યાંક વૃક્ષ ઊગી નીકળેલાં દેખાઈ રહ્યાં છે એ હવે ઐતિહાસિક ટાઉનહોલ ‌િરનોવેશન ઝંખે છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગનાં સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું કે ટાઉનહોલને રિનોવેટ કરવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રિનોવેશનની કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જે થોડા સમયમાં ફાઇનલ કરાયા બાદ આગળની વહીવટી કામગીરી હાથ ધરવામાં આવશે.

ટાઉનહોલનાં સ્ટેજ લાઇ‌િટંગ અને ઇકો સાઉન્ડ સિસ્ટમને અદ્યતન બનાવાશે. ખુરશીઓ નવી લગાવવામાં આવશે. લાઇટિંગ, કાર્પેટ વગેરે લગાવાશે. પાર્કિંગની સુવિધા, વોશ રૂમ-ગ્રીન રૂમને પણ સુવિધાયુક્ત બનાવાશે. પીવાના પાણીની વ્યવસ્થા માટે કૂલર લગાવાશે, જ્યારે હાલનાં ઓછી કેપે‌િસટીવાળાં એરક‌િન્ડશનરને હટાવી કેસેટ એસીથી આખા હોલને વાતાનુકૂલિત કરવામાં આવશે. ટાઉનહોલને અદ્યતન બનાવવા જરૂરી કામગીરીની પ્રક્રિયા બાદ ટેન્ડ‌િરંગ માટે ઓર્ડર આપી દેવાશે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago