શહેરની હવામાં કેટલું પ્રદૂષણ? ૧૨ એલઈડી સ્ક્રીન પર જોવા મળશે

અમદાવાદ: દેશનાં સૌથી વધુ પ્રદુષિત શહેરમાં અમદાવાદની ગણના થાય છે પરંતુ અમદાવાદમાં હવાનું પ્રદૂષણનું ચોક્કસ પ્રમાણ અંગે વ્યવસ્થિત માહિતી આપનારી કોઇ યંત્રના વિકસીત કરાઇ નથી. ફકત અનુમાન આધારિત અમદાવાદની પ્રદૂષિત શહેર તરીકેની ઓળખ થતી રહી છે. જો કે હવે આગામી તા.૧રમી મેથી સામાન્ય અમદાવાદીઓને પણ શહેરમાં વિભિન્ન અગિયાર સ્થળોએ મુકાયેલા એલઇડી સ્ક્રીન પરથી પ્રદૂષણને લગતી ‘લાઇવ’ માહિતી મળશે.

અમદાવાદ કોર્પોરેશન અને પુણેની આઇઆઇટીએમ સંસ્થા દ્વારા શહેરમાં પ્રદૂષણની ટેકનિકલ સભર માહિતી મેળવવા ખાસ સફર એર પ્રોજેકટ હાથ ધરાયો છે. કેન્દ્ર સરકારના ભૂ વિજ્ઞાન મંત્રાલય હેઠળના આ પ્રોજેકટમાં ભારતીય હવામાન વિભાગ, ઇસરો અને ગિફટ સિટી વગેરે જોડાયાં છે.

સફર એર પ્રોજેકટ હેઠળ અમદાવાદનાં પ્રદૂષણને ચકાસવા માટે અમદાવાદમાં આઠ અને ગાંધીનગરમાં બે મળીને કુલ દશ એર ક્વાેલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થપાઇ રહ્યાં છે. મોબાઇલ એપથી નાગરિકોને આગામી બે દિવસ સુધીની વાયુની ગુણવત્તા વિશે પણ માહિતગાર કરાશે.

શહેરના પ્રદૂષણની માત્રાને વિભિન્ન પ્રકારના રંગના સાંકેતિકરૂપમાં દર્શાવાશે. આની સાથે સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શિકા પણ અપાશે. હવામાં કાર્બન મોનોકસાઇડ, કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રોજન અોકસાઇડની માત્રા પણ એલઇડી સ્ક્રીન ઉપર ઝળકશે તેમ જણાવતા ડો.ભાવિન સોલંકી વધુમાં કહે છે કેન્દ્રીય ભુ વિજ્ઞાન મંત્રાલય અને પુણેની આઇઆઇટીએમ સંસ્થાએ રૂ.રર કરોડનો સફર એર પ્રોજેકટનો સાધન સામગ્રી સહિતનો ખર્ચ ઉપાડ્યો છે. જ્યારે કોર્પોરેશન સહિતની અન્ય સહભાગી સંસ્થાઓએ એર ક્વાેલિટી મોનિટરિંગ સ્ટેશન અને એલઇડી સ્ક્રીન માટે જગ્યા તેમજ વીજળી વગેરે પૂરી પાડી છે

એલઇડી સ્ક્રીન ધરાવતા સ્થળો
• કોર્પોરેશન મુખ્યાલય, દાણાપીઠ • સરદાર પટેલ સ્ટેડિયમ • વસ્ત્રાપુર તળાવ, ગેટ નંબર બે • કાંકરિયા તળાવ • મેમ્કો ચાર રસ્તા • વિશાલા ચાર રસ્તા • વિરાટનગર ચાર રસ્તા • કાલુપુર રેલવે સ્ટેશન • આરટીઓ સર્કલ સુભાષબ્રિજ • અમદાવાદ એરપોર્ટ • ઇસરો, સેટેલાઇટ • ગિફટસિટી

એર ક્વાેલિટી મોનિટરિંગ સ્ટેશનની યાદી
• સરદાર પટેલ સ્ટેડિયમ, ગેટ નંબર આઠ • એએમસી નર્સરી, પીરાણા • શ્રમિક ક્રાંતિ ગાર્ડન, ચકુડિયા મહાદેવ પાસે • તિલક બાગ • કાલી કલ્ચરલ સેન્ટર, ચાંદલોડિયા • ઇસરો, બોપલ • ઇસરો, સેટેલાઇટ • આઇએમડી, એરપોર્ટ • ગિફટ સિટી • આઇઆઇપીએચ, ગાંધીનગર
http://sambhaavnews.com/

You might also like