શહેરની ૩૦૮ મહિલા પોલીસના ડર વગર કહી શકે છે, ‘ચીયર્સ’!

અમદાવાદ: દારુબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ દારૂ પીવાના શોખીનો નશાબંધી વિભાગ પાસેથી દારૂની પરમિટ લેવા માટે દોટ મૂકી છે. કડક કાયદાના અમલીકરણ પહેલાં નશાબંધી વિભાગમાં દર મહિને 60 થી 70 દારૂની પરમિટ માટે અરજી કરવામાં આવતી હતી. જોકે કડક કાયદો આવતાં પરમિટ લેવા માટે બમણો વધારો થયો છે. છેલ્લા એક માસમાં નશાબંધી વિભાગ દ્વારા 205 દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે. દારૂ પીવાના શોખીનોમાં માત્ર પુરુષો જ નહી પરંતુ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શહેરમાં કુલ 308 મહિલાઓ દારૂની પરમિટ ધરાવે છે.

ગુજરાતમાં દારૂ પીવા માટે નશાબંધી વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. 40 વર્ષથી ઉપરની વયના લોકો પરમિટ માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 9778 દારૂની પરમિટ આપવામાં આવી છે જેમાં 308 મહિલાનો સમાવેશ થાય છે. ડિસેમ્બરમાં દારૂબંધીનો કડક કાયદાના અમલ બાદ દારૂની પરમિટ માટેની અરજી બમણાથી વધી છે. દારૂની પરમિટ માટે દર મહિને 155 થી 170 અરજીઓ આવે છે. દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ 512 દારૂની પરમિટ માટે અરજીઓ આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી દારૂની પરમિટ લેવા માટે અરજી નશાબંધી વિભાગમાં સ્વીકારમાં આવતી નથી. ગત વર્ષે માત્ર એકજ વ્યકિતની દારૂની પરમિટ રદ કરવામાં આવી હતી.

નશાબંધી વિભાગના સૂત્રોનાં જણાવ્યા અનુસાર દારૂની પરમિટ નહીં આપવા માટે ઉપરથી આદેશ કરવાં આવ્યો છે. તો બીજી તરફ દારૂની પરમિટ માટે જરૂરી ફોર્મ પૂરાં થઇ ગયાં હોવાથી પણ દારૂની પરમિટ આપવાનું બંધ કર્યું હોવાની જાણવા મળ્યું છે.

લિકર પર‌િમટ
૪૦ વર્ષ બાદ બીપી, માનસિક તણાવ, હૃદયની સમસ્યા વગેરેમાં સિવિલ સર્જન ભલામણ કરે તો દારૂની પર‌િમટ અપાય છે. દારૂની પર‌િમટ એકથી પાંચ યુનિટની આપવામાં આવે છે. એક યુનિટ એટલે એક બોટલ ગણાય છે. એક યુનિટના વિકલ્પે ૧૦ બિયરની કાચની બોટલ અથવા ૧૩ બિયરનાં ટીન પર‌િમટધારક ખરીદી શકે છે.
http://sambhaavnews.com/

You might also like