પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વપરાશ કે વેચાણ અંગે નાગરિકો તંત્રને ફરિયાદ કરી શકશે

અમદાવાદ: પ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસથી શહેરમાં પ્લા‌સ્ટિકના પાણીનાં પાઉચ, ઝભલાં થેલી, પ્લા‌સ્ટિકનાં રેપર પર પૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લા‌સ્ટિકના વપરાશ-વેચાણ કે સંગ્રહ અંગે સત્તાવાળાઓને ખાસ ફરિયાદ કરી શકાય તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

તંત્ર દ્વારા તમામ ઝોનના શાકમાર્કેટ-મોલ, ખાણીપીણીનાં બજાર, રોડ પરનાં પાન પાર્લર, ચાની કીટલીઓ પર પ્રતિબંધિત પ્લા‌સ્ટિકનો વપરાશ ન થાય તે માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારના આદેશથી સમગ્ર શહેરમાં સઘન ઝુંબેશ હાથ ધરી પ્રતિબંધિત પ્લા‌સ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો.

વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ વસુલ કરાઇને કુલ ૩૧૭ નો‌ટિસ ફટકારાઇ હતી. જ્યારે નવરંગપુરા બે સહિત કુલ ચાર ધંધાકીય એકમને તાંળાં મારી દેવાયાં હતાં.  મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ગત તા.પ થી ર૧ જૂન દરમિયાન ૭૬૮૩ કિલો જેટલો પ્રતિબિંધિત પ્લા‌સ્ટિકનો જથ્થો જપ્ત કરાઇ રૂ.૩૮.૯પ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલ કરાયો છે જ્યારે ૧૪૪ ધંધાકીય એકમોને સિલ કરીને કુલ ૬પ૯૦ નો‌િટસ ફટકારાઇ છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત પ્લા‌સ્ટિકના વપરાશ- વેચાણ કે સંગ્રહ અંગે નાગરિકો સીધી ફરિયાદ કરી શકે તે માટેના ફરિયાદ નંબરઃ ૧પપ૩૦૩માં અલાયદી વ્યવસ્થા ઊભી કરવા કે વિશેષ ફરિયાદ નંબરની વ્યવસ્થા દાખલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

You might also like