સ્માર્ટફોન અને ટેબ્લેટથી શહેરો બનશે વધુ સ્માર્ટ

ન્યૂયોર્ક: આમ તો સ્માર્ટફોન અને ટેબ્લેટના કારણે માનવીના સામાન્ય કામકાજ અને રૂ‌િટન લાઈફ ઝડપી બની છે ત્યારે આવા સ્માર્ટફોન અને ટેબ્લેટ જે તે શહેરને વધુ સ્માર્ટ બનાવી શકે તેમ છે, કારણ આવા સાધનનો ઉપયોગ મોંઘા સેન્સરનું સ્થાન લઈ શકે છે, જે ટ્રાફિક અને હવામાનને લગતી બાબતોને નિયંત્રણમાં રાખી શકે છે તેમ એક અભ્યાસમાં બહાર
આવ્યું છે.

આ અંગેના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આવી બાબતથી સમય અને નાણાંની બચત થશે. આ સિદ્ધાંત એવા શહેરમાં લાગુ પડી શકે તેમ છે કે જ્યાં આવી સુવિધા નથી.  સંશોધનકારોના જણાવ્યા અનુસાર મોબાઈલ ક્રાઉડ સેન્સિંગ સિદ્ધાંતનો ઉપયોગ કરી લોકો માત્ર ડેટા એકત્ર કરી શકે છે તેમ નથી પણ તેને તે જ સમયે બીજા સ્થળે પહોંચાડી શકે તેમ છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલ્બાનીના સંશોધનકારોએ આ ટેક્નોલોજીની એવા શહેરમાં સમીક્ષા કરી હતી કે જે શહેરો સ્માર્ટ બનવાની દિશા તરફ આગળ વધી રહ્યાં છે, જેમાં એવી બાબત ચકાસવામાં આવી હતી કે આવી પ્રથા તેમાં કેટલી અસરકારક નિવડે છે. આ માટે તેને બે પ્રાથમિક શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં પહેલી સમર્પિત અને બીજી બિનસમર્પિત સેન્સર.

આઈઈઈઈ સેન્સર નામના જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર મોટા ભાગનાં શહેરોમાં ટ્રાફિક, હવામાન અને ઊર્જાના વપરાશ પર નજર રાખવા કેમેરા, માઈક્રોફોન, તાપમાન માપતાં સેન્સર અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તેમજ રેડિયો ફ્રીકવન્સી આઈડે‌િન્ટફિકેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

યુનિ. ઓફ અલ્બાનીમાં ટોલગા ‌િસયાટાના જણાવ્યા અનુસાર એમસીએસ સિદ્ધાંત પણ આ કાર્યો પર આધારિત છે તેમાં લોકો તેમના મોબાઈલ ફોનથી આ આંકડાને એકત્ર કરી જરૂરી સ્થાન પર મોકલે છે અને આ રીતે આ કાર્ય માટે અન્ય લોકોને પ્રેરિત કરે છે તથા શહેરમાં અનેક જ્ગ્યાએ રહેલા સેન્સરને તેનાથી એક્ટિવ કરી શકે છે.

You might also like