દેશના 10 વધારે એરપોર્ટ્સ પર હેંડ બેગ ટેગિંગ બંધ થશે, CISF એ લીધો નિર્ણય

યાત્રીઓને હવાઇ સફરને સરળ અને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્રીય ઐધોગિક સુરક્ષાબળ દેશના 10 વધારે એરપોર્ટ્સ પર સુરક્ષા
ટેગિંગને બંધ કરવાની તૈયારીમાં છે.

હાલના સમયમાં 17 એરપોર્ટ્સને સ્ટેમ્પ ફ્રી કરવામાં આવ્યા છે. હવે એનો ટ્રાયલ અમૃતસર, ચંડીગઢ, વારાણસી, ઉદેપુર, દિબરૂગઢ,
નાગપુર, મેંગ્લોર, ત્રિર્ચી, પુના અને રાંચી એરપોર્ટ્સમાં જલ્દી શરૂ કરવામાં આવશે.

CISF ના ડાયરેક્ટર જનરલ ઓ પી સિંહે જણાવ્યું કે અમે 10 બીજા એરપોર્ટ્સ પર એનો ટ્રાયલ શરૂ કરવા જઇ રહ્યા છીએ. જો આ
ટ્રાયલ સફળ રહેશે તો અમે એને આ મહીનાના અંત સુધીમાં અથવા ઓક્ટોબરમાં લાગૂ કરી દઇશું.

જણાવી દઇએ કે ભારતમાં સિક્યોરિટી સ્ટેમ્પિંગ 1992થી થઇ રહ્યું છે અને આ માત્ર આપણા જ દેશમાં થાય છે. જે 10 એરપોર્ટ પર ટેગિંગ
ફ્રી ફેસેલિટી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાં નવા અને હાઇટેક સિક્યોરિટી ગેજેટ્સ લગાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત
ત્યાં સિક્ટોરિટી સ્ટાફની તૈનાતી પણ નવી રીતે કરવામાં આવી રહી છે.

પહેલા તબક્કામાં સાત એરપોર્ટ્સને હેંડ બેગ ટેગિંગથી છૂટ આપવામાં આપવામાં આવી. જેમા દિલ્હી, મુંબઇ, કોચિન, બેંગ્લોર, હૈદરાબાદ અને અમદાવાદ. બીજા ફેઝમાં જયપુર, ગુવાહાટી, લખનઉ, તિરુવનંતપુરમ, પટના અને ચેન્નાઇ એરપોર્ટ પર આ રાહત આપવામાં આવી છે. ત્રીજા ફેઝમાં કોયમ્બતૂર, કલકત્તા, ઇન્દોર અને વડોદરા એરપોર્ટ પર આ છૂટ આપવામાં આવી છે.

નવો પ્રોટોકોલનો ફાયદો માત્ર ડોમેસ્ટિક પેસેન્જર્સને થશે. પરંતુ ઇન્ટરનેશનલ પેસેન્જર્સના હેંડ બેગ્સ પર પહેલાની જેમ ટેગિંગ ચાલુ રહેશે.

You might also like