આ છે સર્કસના દિલધડક સ્ટન્ટ

હંગેરીના બુડાપેસ્ટમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સર્કસ ફેસ્ટિવલ યોજાયો હતો. પાંચ દિવસ ચાલતા આ સર્કસ ફેસ્ટિવલમાં દેશ-વિદેશથી પરફોર્મરો આવતા હોય છે. દેશ વિદેશથી કલાકારો આવે છે તેમ દેશ-વિદેશથી દર્શકો પણ અહીં આવતા હોય છે. રોમાંચક અને ધડકન ચૂકી જવાય તેવા સ્ટંટ સર્કસના કલાકારો અહીં પર્ફોમ કરતા હોય છે. આ વખતે આ આંતરરાષ્ટ્રીય સર્કસ ફેસ્ટિવલમાં એકસ્ટ્રીમ બ્રધર્સ નામના ગ્રૂપે બોડી બેલેસિંગ નામના અદ્ભુત સ્ટંટ કર્યા હતા. જ્યારે હંગેરીની સિલ્વર પાવર નામની જોડીએ જબરદસ્ત પાવર લિફ્ટિંગનું પ્રદર્શન કર્યું હતું.

You might also like