એક ચપટી તજ તમારા પેટનું તાપમાન બે ડિગ્રી ઘટાડે છે

તજના ઔષધ્ય ગુણો અનેક છે એટલે જ પ્રાચીન ચીનમાં પણ શરદી, અપોચો અને તાણ જેવી તકલીફોમાં અાપવામાં અાવતી દવાઓ બનાવવા માટે તજનો ઉપયોગ થતો અાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયાન સંશોધકોએ પણ અા બાબત સાબિત કરી છે. તેઓ કહે છે કે જમવાની વાનગીઓમાં જો એક ચપટી તજનો ભુક્કો ઉમેરવામાં અાવે તો તે પેટનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડે છે. તેથી અલ્સર, એસિડિટી, ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી તકલીફોમાં રાહત મળે છે. પેટની અંદરની દિવાલને પણ ઓછું નુકસાન થાય છે.

You might also like