તજ ખાવાથી હાર્ટ ડિસીઝનું જોખમ ઘટાડી શકાય છે

તેજાનાઓમાં મોખરાનું સ્થાન ધરાવતા સ્વાદ અને સુગંધના રાજા ગણાતા તજ વિશે અત્યંત ઉપયોગી રિસર્ચ બહાર અાવ્યું છે. એક અમેરિકન કંપનીએ તારણ કાઢ્યું છે કે તજ હૃદયને થયેલું કાર્ડિયોવેસ્ક્યુલર ડેમેજ ઘટાડીને હાર્ટડિસિઝનું જોખમ ઓછું કરી શકે છે. સંશોધકોએ ૧૨ અઠવાડિયા સુધી ઉંદરો પર અા પ્રયોગ કર્યો હતો. તેમને ૧૨ અઠવાડિયા સુધી ચરબીથી ભરપૂર ખોરાક અાપ્યો અને સાથે સાથે તજમાંથી બનેલા સપ્લીમેન્ટ પણ અાપ્યા. સંશોધકોએ જોયું કે ચરબીવાળો ખોરાક ખાવા છતાં ઉંદરોના શરીરમાં પેટના ભાગે ઓછી ચરબી જમા થઈ હતી.
http://sambhaavnews.com/

You might also like