સિગારેટ સ્કેમ બાદ વેટના રિફંડ ઓર્ડર મેળવવામાં વિલંબ

અમદાવાદ
તાજેતરમાં જ કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સિગારેટનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ખોટી રીતે રિફંડ ક્લેઇમ કરીને કરોડો રૂપિયા ચૂકવાઇ ગયા બાદ વેટ ડિપાર્ટમેન્ટ સફાળું જાગ્યું છે અને રિફંડ ઓર્ડર સંબંધી ક્લેઇમમાં વેરિફિકેશન તથા વિગતે ચકાસણી હાથ ધરાઇ રહી છે અને તેને કારણે વેટનાં રિફંડ મેળવવા વેપારીઓને મુશ્કેલરૂપ થઇ રહ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ઇલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલ જેવી ચીજવસ્તુઓમાં ૧૫ ટકા જેટલો ઊંચો વેટ છે ત્યારે આવાં સેગ્મેન્ટમાં કરચોરીનું પ્રમાણ પણ ઊંચું રહે છે તથા તેમાં પણ ખોટાં બિલિંગ દ્વારા કરચોરી હાથ ધરાઇ રહી છે તેવું ડિપાર્ટમેન્ટને ધ્યાને આવ્યું છે, જેને પગલે ડિપાર્ટમેન્ટે વેટના રિફંડ ઓર્ડરમાં ખોટા ક્લેઇમ ચૂકવાઇ ન જાય તે માટે ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી છે અને તેને કારણે વેપારીઓને રિફંડ ઓર્ડર મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે.

દરમિયાન ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાને હવે માત્ર બે મહિનાની વાર છે ત્યારે વેપારીઓ પણ રિફંડ ઓર્ડર સમયસર નહીં મેળવી શકાતા હોવાથી ડિપાર્ટમેન્ટ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે ડિપાર્ટમેન્ટ દ્વારા સિગારેટ સ્કેમમાં ખોટા ક્લેઇમ્સ ચૂકવાઇ ગયા બાદ રિફંડ ઓર્ડર સંબંધી કડક ચકાસણી હાથ ધરી છે અને તેને કારણે રિફંડ ઓર્ડર મેળવવામાં જેન્યુઇન વેપારીને મુશ્કેલી પડી
રહી છે.

You might also like