જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં CID ક્રાઈમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા

અમદાવાદ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે તપાસ તેજ કરીને અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. ભાનુશાળીની હત્યાનું કારણ અને કાવતરું છે તે હજુ સુધી ખબર પડી નથી. જયંતી ભાનુશાળીની હત્યા રાજકીય છે કે પછી અન્ય કોઇ કારણસર થઇ છે તે મામલે એસઆઇટીએ અલગ અલગ ‌િદશામાં તપાસ શરૂ કરી છે. ગઇ કાલે એસઆઇટીની ટીમે ભૂજથી મા‌િળયા સુધીના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં ટ્રેનમાં બેસનાર પેસેન્જરોની એના‌િલ‌િસસ કર્યા બાદ લઇ શૂટરો કોણ છે તેની જાણ થશે.

કચ્છના અબડાસાના જયંતીભાઈ ભાનુશાળી હાલ અમદાવાદ રહેતા હોય અને કચ્છ ગૌશાળાના કાર્યક્રમમાં હાજરી આપી સોમવારે રાત્રીના ભૂજ-દાદર ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ટ્રેન રાત્રીના સામ‌િખયાળી કટારીયા પહોંચી ત્યારે તેના એસી કોચમાં અજાણ્યા ઈસમોએ જયંતી ભાનુશાળી પર પાંચ રાઉન્ડ જેટલા ફાયરીંગ કર્યા હતા, જેમાં એક ગોળી છાતીમાં અને એક આંખમાં વાગતાં તેમનું મોત થયું હતું. જયંતી ભાનુશાળીની સામેની સીટ પર બેઠેલા પવન મૌર્યએ રેલવેતંત્રને જાણ કરી હતી. રેલવેતંત્રએ આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તેની સાથે એસી કોચમાં મુસાફરી કરી રહેલા પવન મૌર્ય નામના વેપારીની પોલીસે પૂછપરછ કરી હતી. જયંતી ભાનુશાળીના પરિવાર દ્વારા રાજકીય હત્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં છબીલ પટેલ સામે સીધા આક્ષેપો થયા હતા. પોલીસે આ મામલે છબીલ પટેલ, તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, ઉમેશ પરમાર અને જયંતી ઠક્કર વિરુદ્ધમાં આક્ષેપો કરતા ફરિયાદ કરી છે. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે કે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય શૂટર ગુજરાતના છે કે પછી અન્ય કોઇ રાજ્યના તે હજુ સુધી જાણી શકાયું નથી.

You might also like