સોનિયા, રાજનાથ અને માયાવતી સહિત 6 નેતાઓ વિરુદ્ધ CICની નોટિસ

નવી દિલ્હી : કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ છ રાષ્ટ્રીય પાર્ટીઓનાં નેતાઓ વિરુદ્ધ નોટિસ ઇશ્યુ કરી છે. આ નોટિસ માહિતીનાં અધિકાર હેઠળ પુછવામાં આવેલા સવાલનો જવાબ નહી આપવાનાં મુદ્દે ફટકારાઇ છે. જેમાં રાજનાથસિંહ, માયાવતી, સોનિયા ગાંધી, પ્રકાશ કારત, શરદ પવાર અને સુધાકર રેડ્ડી વિરુદ્ધ નોટિસ બહાર પાડવામાં આવી છે. આ તમામ નેતાઓને 22 જુલાઇએ પંચની પુર્ણ પીઠની સમક્ષ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

નોટિસમાં આ નેતાઓને કહેવામાં આવ્યું છે કે આરટીઆઇ સવાલોનાં જવાબ નહી આપવા અંગે કાર્યકર્તાઓ દ્વારા દખલ આપવાનાં મુદ્દે આ લોકો સીઆઇસીની સામે રજુ થાય. આ લોકોને નોટિસ ત્યારે ફટકારવામાં આવી ફરિયાદી આર.કે જૈને આરોપ લગાવ્યો કે સીઆઇસીનાં રજિસ્ટ્રારે છ રાષ્ટ્રીય રાજનીતિક દળો ભાજપ,કોંગ્રેસ, બસપા, એનસીપી, સીપીએમ અને સીપીઆઇની વિરુદ્ધની ફરિયાદોને ઉકેલવામાં બેવડું વલણ દાખવ્યું છે. જેનાં હેઠળ માત્ર સોનિયા ગાંધીને જ નોટિસ મોકલવામાં આવી છે જ્યારે અન્ય પાર્ટી પ્રમુખોને માત્ર પત્ર લખવામાં આવ્યા છે.

સીઆઇસીએ 2013માં આરટીઆઇ હેઠળ આ પાર્ટીઓને જવાબદાર જાહેર કરી હતી. ત્યાર બાદ જૈને ફેબ્રુઆરી 2014માં કોંગ્રેસ અને અન્ય રાજનીતીક દળોને આરટીઆઇ અર્જી દ્વારા ફંડ, આંતરિક ચુંટણી વગેરેની જાણકારી માંગી હતી. જો કે રીઢા રાજકારણીઓ દ્વારા આ અંગે કોઇ જ જવાબ આપવામાં આવ્યો નહોતો. જેનાં કારણે જૈને સીઆઇસી સમક્ષ આની રજુઆત કરી હતી.

આ તમામ નેતાઓને 22 જુલાઇએ પંચની પુર્ણ પીઠ સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પીટમાં માહિતી આયુક્ત બિમલ જુલ્કા, શ્રીધર આચાર્યુલુ અને સુધીર ભાર્ગવ હશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો 20 જુલાઇ 2016 સુધી આ ટીપ્પણીઓનો જવાબ આપ્યો અને જો તેમન ન કરતો અને હાજર પણ ન થાવ તો સમજવામાં આવશે કે તમારે તમારા બચાવમાં કાંઇ પણ કહેવું નથી અને આગળ આ મુદ્દે કાયદાકીય રીતે યોગ્ય પગલા ઉઠાવવામાં આવે.

You might also like