મોદીની ડિગ્રી અંગે કેજરીવાલે માંગેલી માહિતી આપવા સીઆઇસીનો આદેશ

નવી દિલ્હી : સીઆઇસી (કેન્દ્રીય માહિતી પંચ)એ દિલ્હી અને ગુજરાત યૂનિવર્સિટીને વડાપ્રધાન મોદીની શૈક્ષણીક યોગયતાઓ અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાણકારી આપવાનાં નિર્દેશ આપ્યા છે. સાથે જ સીઆઇસીએ PMO ( વડાપ્રધાન કાર્યાલય)ને પણ ડિગ્રીઓ અંગેનો અહેવાલ આપવા માટે દિલ્હી યૂનિવર્સિટીને અપાવવા માટેનાં નિર્દેશો આપ્યા હતા. જેથી સંબંધિત જાણકારી માહિતીનાં અધિકાર હેઠળ આપવામાં આવી શકે .

સુચા આયુક્ત એમ. શ્રીધર આચાર્યુલુએ પોતાનાં આદેશમાં કહ્યું કે ચૂંટણી લડવા માટે શૈક્ષણીક યોગય્તા નિર્ધારિત નહી કવરા ભારતીય લોકશાહીની મહાન વિશેષતાઓ પૈકી એક છે, ડિગ્રીઓ નહી. જો કે જ્યારે મુખ્યમંત્રી પદ પર બેઠેલ કોઇ નાગરિક વડાપ્રઅધાનની ડિગ્રી સંબંધિત માહિતી માંગે તો તેની માહિતી આપવી યોગ્ય ગણાશે. કેજરીવાલે પત્ર લખીને આરટીઆઇ માનવાની સીવીસીનું આ આ પગલું યોગ્ય છે. તેમણે કહ્યું કે પંચે દિલ્હી યૂનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનાં સીપીઆઇઓને નિર્દેશ આપે છે કે તેઓ નરેન્દ્ર મોદીનાં નામની વર્ષ 1978 (દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતક અને 1983માં ગુજરાત યુનિવર્સિટીની સ્નાકત્તોતર ડિગ્રીઓ સંબંધિત માહિતીની સર્વશ્રેષ્ઠ સંભવ સંધોધન કરે અને તેને અપીલકર્તા અરવિંદ કેજરીવાલને જલ્યી આપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી યુનિવર્સિટીએ હાલમાં જ માહિતીનાં અધિકાર હેઠળ માંગવામાં આવેલ વડાપ્રધાન મોદીની બીએની ડિગ્રીઓની જાણકારી આપવાનો ઇન્કાર કર્યો હતો. યુનિવર્સિટીએ કહ્યું કે રોલ નંબરની જાણકારી મેળવવી શક્ય નથી. તેની પહેલા ગુજરાત યુનિવર્સિટીએ પણ મોદીની એમએની જાણકારી જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે માર્કશીટ તથા અન્ય માહિતી ખાનગી હોય છે. પીએમઓ પાસે જાણકારી માંગવામાં આવી હતી જો કે તેમણે કોઇ માહિતી નહી હોવાનું જણાવ્યું હતું.

You might also like