નાઇજીરિયામાં ચર્ચ પડતા 160થી વધારે લોકોનાં મોત

લાગોસ : દક્ષિણ નાઇજીરિયાનાં એક ચર્ચના લોખંડનો ગડર પડવાનાં કારણે ત્યાં પુજા કરવા માટે આવેલા લગભગ 160 લોકોનાં મોત નિપજ્યા છે. સ્થાનિક હોસ્પિટલનાં નિર્દેશકનું કહેવું છે કે મરનારાઓની સંખ્યામાં વધારો થઇ ચુક્યો છે. યૂનિવર્સિટી ફ ઉયો ટીચિંગ હોસ્પિટલનાં મેડિકલ નિર્દેશક ઇટેટ પીટર્સે જણાવ્યું કે ઉયો શહેરનાં મુર્દાઘર ઘટના બાદથી ભરાઇ ચુક્યા છે.

આ ચર્ચ હજી બની રહ્યું હતું અને તેને બનાવનારા મજુરો તેને જલ્દી પુરૂ કરવાની વેતરણમાં હતા. ચર્ચમાં જ્યારે આ દુર્ઘટનાં થઇ ત્યારે આકવા ઇબોમ રાજ્યનાં ગવર્નર ઉડોમ ઇમૈનુએલ સહિત સેંકડો લોકો હાજર હતા. દુર્ઘટના બાદ મજુરોએ ચર્ચનું નિર્માણ કરી રહેલી જુલિયસ બર્જર કંસ્ટ્રક્શ કંપનીના મેનેજરને દુર્ઘટના અંગે જાણ કરી હતી.

એક યુવા નેતા એડિકન પીટર્સે જણાવ્યું કે, ઉયો શહેરનાં મડધાઘરોમાં સેંકડોની સંખ્યામાં શબ વિખરાયેલા પડ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો ચુપચાપ પોતાના સંબંધિઓનાં શબને ઘરે લઇ ગયા છે કારણ કે હવે મૃતદેહો રાખવા માટે જગ્યા નથી બચી. હાલ સરકાર દ્વારા તપાસ પંચ બેસાડી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, નાઇજીરિયામાં બિલ્ડિંગ બનાવનારી કંપનીઓમાં ભ્રષ્ટાચારનાં કારણે ઇમારતો વારંવાર પડતી રહે છે. 2014માં પણ એક બિલ્ડિંગ પડવાનાં કારણે 116 લોકનાં મોત નિપજ્યા હતા.

You might also like