ક્રિસમસની આવી રીતે શરૂ થઇ પરંપરા

ક્રિસમિસ ઇસાઇઓનો સૌથી મોટો તહેવાર છે. ક્રિસમિસ શબ્દની ઉત્પતિ ક્રાઇસ્ટેસ માઇસે એટલે કે ક્રાઇસ્ટમ મહિના શબ્દથી શરૂ થઇ છે. કહેવાય છે પહેલા ક્રિસમિસ રોમમાં 336 ઇ માં મનાવવામાં આવી હતી. ત્યારબાદ આખા વિશ્વમાં 25 ડિસેમ્બરથી ઉજવવામાં આવે છે.

શું હોય છે ક્રિસમિસ ટ્રી
ક્રિસમસ ટ્રી ડગલસ, બાલસમ અથવા ફરનું ઝાડ હોય છે જેની પર ક્રિસમસની દિવસે ખૂબ જ સજાવટ કરવામાં આવે છે. આ પ્રથાની શરૂઆત પ્રાચીન કાળમાં મિસ્ત્રવાસીઓ, ચીનીઓ અથવા હિબૂર લોકોએ કરી હતી. યૂરોપ વાસીઓ પણ પોતાના ઘરને સદાબહાર ઝાડથી સજાવે છે. એ લોકા આ સદાબહાર ઝાડની માળાઓ , હાર ને જીવનની નિરંતરતાનું પ્રતીક માને છે.

એમનો વિશ્વાસ હતો કે આ ઝાડને ઘરમાં સજાવવથી ખરાબ આત્માઓ દૂર રહે છે. પ્રાચીન રોમનવાસી ફરના વૃક્ષને પોતાના મંદિરને સજાવવા માટે ઉપયોગ કરે છે. પરંતુ જીસસને માનનાર લોકો આ ઇશ્વર સાથે અનંત જીવનના પ્રતીકના રૂપમાં સજાવે છે. જો કે આ પરંપરાની શરૂઆતની એકદમ સાચી જાણકારી મળતી નથી.

આવી રીતે સજાવે છે ક્રિસમસ ટ્રી
ક્રિસમસ ટ્રી સજાવવાની શરૂઆત હજારો વર્ષો પહેલા ઉત્તર યૂરોપથી થઇ. પહેલાના સમયમાં ક્રિસમસ ટ્રી કુંડામાં રાખવાની જગ્યાએ ઘરની સીલિંગ પર લટકાવવામાં આવતા હતા. ફર ઉપરાંત લોકો ચેરીના વૃક્ષને ફણ ક્રિસમસ ટ્રીની રૂપમાં સજાવતાં હતા.

એવું માનવામાં આવે કે સંત બોનિફેસ ઇંગ્લેન્ડને છોડીને જર્મની ચાલ્યા ગયા હતા. જ્યાં તેમને ઉદેશ જર્મન લોકોને ઇસા મસીહનો સંદેશ સંભળાવવાનો હતો. એ દરમિયાન એમણે જાણ્યું કે કેટલાક લોકા ઇશ્વરને સંતુષ્ટ કરવાના હેતુ ઓક વૃક્ષની નીચે એક નાના બાળકની બલી આપી રહ્યા હતા. ગુસ્સામાં સંત બેનિફએસે એ વૃક્ષ કપાઇ નાંખ્યું અને એની જગ્યાએ નવું ઝાડ લગાવ્યું જેને સંત બોનિફેસએ પ્રભુ યીશુના જન્મનું પ્રતીક માન્યું અને એમના અનુયાયિઓએ એ ઝાડનો મીણબત્તીથી સજાયું હતું. ત્યારથી ક્રિસમસ ટ્રી પર ક્રિસમસ ટ્રી સજાવવાની પરંપરા ચાલી આવી રહી છે.

You might also like