પાકિસ્તાને ખ્રિસ્તી પરિવાર પર ઇશનિંદાનો આરોપ, જીવ બચાવવા માટે ગામ છોડ્યું

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોતાના મોબાઇલ પર કથિત રીતે ઇસ્લામ વિરોધી વ્યાખ્યાન જોનાર એક ખ્રિસ્ત્રી પર ઇશનિંદાનો આરોપ લાગ્યો છે. આ આરોપ બાદ તેના પરિવારને ગામ છોડવા માટે મજબૂર થવું પડ્યું છે.

ખ્રિસ્તી નેતા અને હ્યૂમન લિબરેશન કમિશન પાકિસ્તાનના અધ્યક્ષ અસલમ પરવેઝ સહોત્રાએ જણાવ્યું હતું કે અહીંથી લગભગ 250 કિમી દૂર મંડી બહાઉદ્દીનમાં ઇમરાન માસિહ અને તેના પરિવારના સભ્યોને ઇશનિંદાનો આરોપ બાદ પોતાનો જીવ બચાવવા માટે ગામ છોડીને ભાગવું પડ્યું છે. ઇમરાન એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સફાઇકર્મી છે.

તેમણે કહ્યું કે ‘આ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે જ્યાં લગભગ 25 ખ્રિસ્તી પરિવારો રહે છે. તેમને હુમલાનો ડર સતાવે છે. અમે પોલીસને ખ્રિસ્તી પરિવારોને સુરક્ષા પુરી પાડવા માટે અનુરોધ કર્યો છે. સહોત્રાએ જણાવ્યું કે ઇમરાન માસિહના સાથી ઇફ્તિકારે પોતાના મોબાઇલ પર ઇશનિંદક વીડિયો ક્લિપ જોઇ છે. સ્થાનિક મૌલવીએ માસિહને ઇશનિંદક જાહેર કર્યા બાદ પરિવારની સાથે જીવ બચાવવા માટે ભાગવું પડ્યું.

You might also like