Categories: Cricket IPL Sports

ICC World Cup: ક્રિસ ગેલને બનાવાયો વિન્ડીઝ ટીમનો વાઇસ કેપ્ટન

બાર્બાડોસઃ આ મહિનાની આખરમાં શરૂ થઈ રહેલા આઇસીસી વર્લ્ડકપ માટે બધા દેશોની ટીમ જાહેર થઈ ચૂકી છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે પણ પોતાની ટીમ જાહેર કરી હતી. આ ટીમમાં એક મોટું નામ ક્રિસ ગેલનું છે, જેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમનું નેતૃત્વ જેસન હોલ્ડર જ સંભાળશે. આ અંગે ક્રિસ ગેલે કહ્યું, ”વિન્ડીઝ તરફથી કોઈ પણ ફોર્મેટમાં પ્રતિનિધિ કરવું મારા માટે હંમેશાં સન્માનની વાત રહી છે.

આ વિશ્વકપ મારા માટે ખાસ છે. સિનિયર ખેલાડી તરીકે મારી એ જવાબદારી છે કે હું કેપ્ટન અને ટીમના અન્ય ખેલાડીઓને સાથ આપું. આ કદાચ સૌથી મોટો વિશ્વકપ હશે.” વાઇસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલની પસંદગી વિન્ડીઝ ક્રિકેટમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને નવું મેનેજમેન્ટ આવ્યા બાદ.

આ પહેલાં ટીમનાં ખેલાડીઓનો – જેમાં ક્રિસ ગેલ પણ સામેલ હતો – મેનેજમેન્ટ સાથે વિવાદ ચાલતો હતો. ગેલ હમણાં સુધી આઇપીએલમાં પંજાબની ટીમનો હિસ્સો હતો. પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જતાં ગેલ હાલ ફ્રી છે. વિન્ડીઝની ટીમ હાલ આયર્લેન્ડ સામે ત્રણ દેશની વન ડે શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશની છે.

શાઇ હોપ ત્રિકોણીય શ્રેણીમાં વાઇસ કેપ્ટનઃ
આ ત્રિકોણીય શ્રેણી માટે વિન્ડીઝ ટીમના ઓપનર શાઇ હોપને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હોપે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં જોન કેમ્પબેલ સાથે મળીને ૩૬૫ રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. વાઇસ કેપ્ટન બન્યા બાદ હોપે જણાવ્યું, ”વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી મળવી એ સન્માનની વાત છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં મને પૂછવામાં આવ્યું હતું અને એનો સ્વીકાર કરી લીધો છે.”

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago