ગેઇલે આપી અમિતાભ બચ્ચનને અનમોલ ભેટ

વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ મેદાન બહારના ‘હસીન’ શોખ માટે જાણીતો છે. વેસ્ટ ઇન્ડિઝના આ બેટ્સમેન બોલિવડુના શહેંનશાહ એવા અમિતાભ બચ્ચનના ચાહક છે. આ અંગેની જાણ શુક્રવારે થઇ જ્યારે તેણે આ અંગે ટવિટ કરી જાણકારી આપી. વીન્ડીઝના આ ધમાકેદાર બેટસમેને મહાનાયક બીગ બીને પોતાનું ફેવરીટ સ્પાર્ટન બેટ ભેટમાં આપ્યું. ત્યારબાદ પોતાની ખુશી સોશિયલ મિડીયા દ્વારા રજૂ કરી. ગેઇલે એક ફોટો ટવિટ કર્યો જેમાં અમિતાભ બચ્ચન ગેઇલના બેટ સાથે જોવા મળે છે. ગેઇલે જણાવ્યું કે તેને અમિતાભ બચ્ચનની ફિલ્મો બહુ જ પસંદ છે અને તેની સાથે તેમની સ્ટાઇલ પણ ગમે છે.

 

ટવિટ

You might also like