રાજકોટના ચોટીકાંડનો પર્દાફાશઃ માનવ સર્જિત હોવાનું સાબિત થતાં લોકોમાં રાહત

અમદાવાદ: છેલ્લા કેટલાક વખતથી દેશભરમાં ચોટીકાંડે ભારે કૌતક ઊભું કર્યું છે. ગુજરાતમાં પણ અંક્લેશ્વર, વીસનગર, રાજકોટ, ગાંધીધામ અને ધારીમાં ચોટીકંડના બનાવ બનતાં લોકોમાં દહેશતની લાગણી ઊભી થઈ હતી. દરમિયાનમાં રાજકોટમાં ભારતજન વિજ્ઞાન જાથાએ ચોટીકાંડનો પર્દાફાશ કરી સમગ્ર બાબત પરથી પરદો ઉચક્યો છે. અા ચોટીકાંડ માનવ સર્જિત હોવાનું અને ઘરના સભ્યોની સંડોવણી હોવાનું બહાર અાવતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે.

રાજકોટના અાંબેડકરનગરમાં રહેતી સોનલ રામબહાદુર કુશવા નામની એક વિદ્યાર્થિનીનું ચોટલો કપાતા અા કૃત્ય લાલ કપડાંવાળી સ્ત્રીએ કર્યું હોવાનું જાતજાતોની વાતો વહેતી થઈ હતી. વિજ્ઞાન જાથાના કાર્યકરોએ પોલીસને સાથે રાખી ઊઁડી તપાસ શરૂ કરી હતી. ઊંડી તપાસમાં સોનલની ઉલટતપાસ કરી ઈલેક્ટ્રિક શોર્ટ અાપવું પડશે તેવું કહેતા સોનલે અફવા અને અંધશ્રદ્ધા ફેલવવા અા તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. અા ઉપરાંત ઓમનગરમાં રહેતી ઈન્દુબહેન નામની મહિલાના પણ વાળ કપાતા દહેશત ઊભી થઈ હતી. અા ઘટનામાં પણ અફવા અને અંધશ્રદ્ધા ફેલાવતા ઘરના સભ્યોની સંડોવણી હોવાનું બહાર અાવ્યું હતું. ચોટીકાંડમાં પોતાના તરફ ધ્યાન ખેંચવા જાતે જ કૃત્ય કર્યું હોવાનું બહાર અાવ્યું હતું. વિજ્ઞાન જાથાએ લોકોને અંધશ્રદ્ધા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.

You might also like