કાઉસ્ટિંગ કાઉચ પર કોરિયાગ્રાફર સરોજ ખાનનું વિવાદિત નિવેદન

બોલીવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનના એક વિવાદિત નિવેદને જોર પકડયું છે. કાશસ્ટીંગ કાઉચને લઈને એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ બધું તો બાબા આદમના જમાનાતી ચાલતું આવ્યું છે. દરેક છોકરી પર કોઈને કોઈ હાથ સાફ કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છોકરી સાથે રેપ કરીને તેને છોડી દેવામાં આવતી નથી. તેમની રોજી રોટી પણ આપે છે.

જેથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળ ના પડી જવાય. જો તમારી પાસે કલા છે તો પોતાની જાતને ઈન્ડસ્ટ્રીમાં વેચવાની જરૂર નથી. ગર્વમેન્ટ અને ગર્વમેન્ટના લોકો પણ આવું કરે છે તો લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળ કેમ પડી ગયા છે. ફક્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ ના લો, ઈન્ડસ્ટ્રી અમારા મા-બાપ છે. “બાબા આદમના જમાનાથી ચાલતુ આવે છે” “છોકરીઓનો ફાયદો ઉઠાવાય છે”

જો કે, બાદમાં તેમણે પોતાના નિવેદન પર માફી માગતા કહ્યું, મને આ વાતનું દુઃખ છે. હું માફી માગું છું.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતની એક સ્ટ્રગલીંગ અભિનેત્રી રેડ્ડીના નિવેદનને લઈને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચની ચર્ચાએ જોર પકડયું છે.

You might also like