ચોપર ડીલઃ સંસદમાં આજે પણ હંગામો, પૂર્વ પીએમ મનમોહન અને સોનિયા વિરૂદ્ધ FIRની માંગ

નવી દિલ્હીઃ અગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ પર સંસદમાં ચોથા દિવસે પણ હંમાગો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષી દળએ હંગામો કર્યો હતો, તો બીજેપીએ કોંગ્રેસ વિરૂદ્ધ હલ્લાબોલ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલઃ અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી છે. વકીલ એમ.એલ.શર્માએ અરજી દાખલ કરીને એફઆઇઆરની માંગ કરી છે.  પૂર્વ પીએમ મનમોહન અને સોનિયા વિરૂદ્ધ FIRની માંગ કરી છે. આ અરજી પર આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરાશે.

કોંગ્રેસ વિરૂદ્ધ બીજેપીએ મોરચો માંડ્યો છે. મળતી માહિતી મુજબ આ મુદ્દે લોકસભામાં અનુરાગ ઠાકુર અને રાજ્યસભામાં સુબ્રહ્મણયન સ્વામી મોરચો સંભાળશે.  કોંગ્રેસે આ મામલે રાજ્યસભાના નિયમ 267 પ્રમાણે ચર્ચા કરવાની નોટિસ આપી છે. ત્યાં બીજેપીએ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ દ્વારા શોર્ટ ટર્મ ડિસ્કશનની નોટિસ આપી છે.

હેલીકોપ્ટર સોદામાં કથિત લાંચ પર બુધવારે રક્ષામંત્રી મનોહર પારિકરે પીએમ નરેન્દ્ર મોદીને બ્રિફ આપી હતી. બ્રિફિંગમાં ગ્રૃહમંત્રી રાજનાથ સિંહ અને એનએસઇ અજીત ડોવાલ પણ હાજર હતા. બીજેપીના ચક્રવ્યૂહને તોડવા માટે કોંગ્રેસે પણ પલટવારની તૈયારી કરી લીધી છે.

કોંગ્રેસનો પલટવારઃ કોંગ્રેસે પણ મોદી સરકારને 10 સવાલ પૂછ્યા છે. કોંગ્રેસે પૂછ્યુ છે કે અગસ્ટા વેસ્ટલેન્ડ ફિનમેકેનિકા પર લાગેલા બેનને મોદીએ કેમ હટાવ્યો? અગસ્ટા વેસ્ટલેન્ડને મેક ઇન ઇન્ડિયામાં કેમ ભાગ લેવા દીધો, જ્યારે આ મામલે સીબીઆઇ અને ઇડીએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે સીબીઆઇની તપાસ પર પણ સવાલો કર્યા છે. તેમણે સવાલ કર્યો છે કે બે વર્ષના કાર્યકાળમાં સીબીઆઇએ અગસ્ટા વેસ્ટલેન્ડ મામલે કેમ તાપસ ન કરી? સાથે જ મોદી સરકારે રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે વિરૂદ્ધ કેમ કોઇ એક્શન હજી સુધી લીધા નથી.

મંત્રાલયએ સીબીઆઇ પાસે માંગી રિપોર્ટઃ આ બધાની વચ્ચે મંત્રાલયે અગસ્ટા વેસ્ટલેન્ડમાં વીવીઆઇપી હેલીકોપ્ટર ડીલ પર સીબીઆઇ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટને જોયા પછી ફિનમેકેનિકા વિરૂદ્ધ આગામી કાર્યવાહી કરવામાં આવશે.

સ્વામીએ લગાવ્યો સોનિયા પર આરોપઃ બુધવારે જ્યારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થઇ ત્યારે ખૂબ જ હોબાળો થયો હતો. એક દિવસ પહેલાં જ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લેનાર સુબ્રમણ્યન સ્વામીએ આ ઘોટાળા માં સોનિયા ગાંધીની પણ સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પ્રાપ્ત થયેલા પૈસા દેશની કેટલીક બેંકોના ખાતામાં છે. ઇટલીની અદાલતમાં ચાલી રહેલા કેસના આધાર પર સોનિયા પર આ આરોપ સ્વામીએ લગાવ્યો છે.

You might also like