‘મમતા વિરૂદ્ધ બોલનારની જીભ કાપી લો: TMC સાંસદ

કલકત્તા: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ઇદરીસ અલીએ મમતા બેનર્જીને લઇને એક એવું નિવેદન આપ્યું છે જેથી પાર્ટીના અન્ય નેતા પણ હેરાન છે. એક સાર્વજનિક સભામાં ટીએમસી સાંસદે કહ્યું કે મમતા બેનર્જી વિરૂદ્ધ બોલનારની જીભ કાપી લેવી જોઇએ અને તેમના અંગોને ચીરી દેવા જોઇએ.

કહેવામાં આવી રહ્યું છે કે ઇદરીસનું આ નિવેદન સીનિયર સીપીઆઇ (M) નેતા ગૌતમ દેબેના તે નિવેદન બાદ સામે આવ્યું છે જેમાં તેમણે પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જીને ચોર કહ્યું હતું.

ઇદરીસની ઓળખ એક બેકરી પ્રોડક્ટના ઉદ્યોગપતિ તરીકે છે સાથે અલ્પસંખ્યક સમુદાયમાં તેમની પકડ મજબૂત છે. પાર્ટી તેમના આ નિવેદનથી ગુસ્સે જ નહી પરંતુ ગુસ્સામાં પણ છે. ઇદરીસના નિવેદનને લઇને પાર્ટી પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને થોડા જ કલાકોમાં વિજ્ઞપ્તિ જાહેર કરતાં ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું જે ‘મેં ઇદરીસના નિવેદનનો વીડિયો જોયો છે, આ ખૂબ ખોટું છે. પાર્ટી એવા નિવેદનો સાથે સહમત નથી. તેમની સાથે સવાલ-જવાબ કરવામાં આવશે. પાર્ટી જરૂરી પગલાં ભરશે.

પૂર્વ મંત્રી અને સીનિયર CPI (M)  નેતા ગૌતમ દેબને લઇને પહેલાં પણ ઇદરીસ અલીએ આવા નિવેદન આપ્યા છે. સારદા કૌભાંડમાં મુખ્યમંત્રી અને ટીએમસીના મંત્રી મુકુલ રોય વિરૂદ્ધ કરવામાં આવેલી તેમની ટિપ્પણી પર ઇદરીસ ભડકી ઉઠ્યાં હતા અને આવું જ નિવેદન આપ્યું હતું.

You might also like