કોલેસ્ટરોલ ઘટાડવું હોય તો વીગન ડાયટ પર ચડી જાઓ

માંસાહારી લોકોની સરખામણીએ વેજિટેરિયન્સમાં પણ કોલેસ્ટરોલ વધવાની સંભાવનાઓ ઓછી જોવા મળી છે. જોકે અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે વીગન ડાયટ ફોલો કરનારા લોકોમાં સૌથી ઓછું ખરાબ કોલેસ્ટરોલ જોવા મળે છે. વીગન ડાયટ એટલે જેમાં કોઈ પણ પ્રકારની પ્રાણીજન્ય ચીજોનો ઉપયોગ વર્જ્ય હોય છે. એમાં પ્રાણીઓમાં દૂધ અને દૂધની પ્રોડક્ટ્સને પણ વર્જ્ય માનવામાં અાવે છે. વીગન ડાયટમાં મોટા ભાગે વનસ્પતિ-બેઝ્ડ ચીજોનો જ વપરાશ કરવાનો હોય છે. અમેરિકાના ફિઝિશ્યન્સ કમિટી ફોર રિસ્પોન્સિબિલ મેડિસિન નામની સંસ્થાના નિષ્ણાતોએ એકત્ર કરેલા અભ્યાસોના વિશ્લેષણમાં તારવાયું છે કે વીગન ડાયટ નિયમિતપણે ફોલો કરવાથી વજન ઘટે છે, બ્લડપ્રેશર વધુ હોય તો નોર્મલ થઈ શકે છે.

You might also like